૧૦૦ વર્ષ સુધી નિરોગી રહેવા માટે ખોરાકમાં સામેલ કરો આ વસ્તુ, પોષક તત્વોનો ખજાનો છે આ વસ્તુ, એકવાર કરો સેવન અને નજરે જુઓ લાભ…

નિરોગી રહેવું હોય ડાયટમાં સારો ખોરાક સામેલ કરવો ખૂબ જ જરૂરી છે. આજે આપણે આપણા ઘરમાં ઉપલબ્ધ એવા કેટલાક પોષક તત્વોથી ભરપૂર ખોરાક જાણીશું જેનો સમાવેશ તમારે ખોરાકમાં કરવો જોઈએ. આપણા રસોડામાં રહેલા આ સુપર ફુડનો ઉપયોગ નિયમિત જીવન માં કરવામાં આવે તો સો વર્ષ સુધી બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે.

લસણ :

આપણે જાણીએ છીએ કે લસણમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ તત્વો રહેલા હોય છે. લસણમાં સલ્ફર ની માત્રા વધારે હોય છે જે રોગો સામે રક્ષણ આપે છે. હૃદયરોગ, મોતિયો, પેટના તમામ રોગ અને પ્રોસ્ટેટ કેન્સરના રિસ્કને ઘટાડવામાં લસણ ઉપયોગી છે. તેથી ઓછા માં ઓછું એક કળી લસણ તો નિયમિત રીતે ખાવું જ જોઈએ. સવારે ગરમ પાણી સાથે એક લસણ ની કળી ગળી જવી.

ઓટ્સ :

ઓટ્સમા બીટા ગ્લુટેન નામનું સોલ્યુબલ ફાઇબર રહેલું હોય છે. નિયમિત રીતે ઓટ્સ નું સેવન કરવાથી હૃદયરોગ નો ૧૦% ખતરો ઘટે છે. દરરોજ ૧૦ ગ્રામ સોલ્યુબલ ફાઇબર લેવાથી દરેક પ્રકારની બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે. તેથી દરરોજ એક વાટકી ઓટ્સ નું સેવન કરવું જોઈએ.

અળસીના બીજ :

એક ચમચી અળસી માં ૨.૩ ગ્રામ જેટલું ફાઇબર મળે છે. જે આપણા શરીરમાં એસ્ટ્રોજન તરીકે કાર્ય કરે છે. જે શરીરમાં હોર્મોન્સ નું બેલેન્સ જાળવે છે. તેમજ તે બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો સ્કિન પ્રોબ્લેમ અને અસ્થમા સામે રક્ષણ આપે છે. તેથી નિયમિત રીતે એક થી બે ચમચી અળસીના બીજ નું સેવન કરવું જોઈએ.

ઓલિવ ઓઈલ :

આપણા શરીર માટે સૌથી હેલ્ધી એવો મોનોસેચ્યુરેટેડ ફેટ તેમાં રહેલો હોય છે. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ નું સ્તર ઘટાડી સારા કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો કરે છે. તેથી હેલ્ધી રહેવું હોય તો રોજિંદા જીવનમાં એક ચમચી ઓલિવ-ઓઇલ નો સમાવેશ કરવો.

દહીં :

દહીમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે જેથી તે હાડકાને મજબૂત રાખે છે. તે આંતરડા માં સોજા, અલ્સર, યુરીનરી ઇન્ફેકશન અને વજાઈના યિસ્ટ ઈન્ફેક્શનને દૂર રાખે છે. તેથી દહીં આહારમાં લેવાથી સ્વસ્થ જીવન જીવી શકાય છે. દહીંમાં રહેલા જીવિત બેક્ટેરિયા શરીરના ખરાબ બેક્ટેરિયાને વધવા દેતા નથી.

તજ :

તજ ની હીલિંગ પ્રોપર્ટી ખૂબ જ સારી હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી પણ જોવા મળે છે, જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે સારી હોય છે. રોજિંદા જીવનમાં ૧/૪ અથવા ૧/૨ ચમચી તજનું સેવન કરવાથી દરેક પ્રકારના બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે. તમે ભોજનમાં તજનો ઉપયોગ કરી શકો છો, આ ઉપરાંત સવારે ગરમ પાણી સાથે પણ તજનો પાવડર પી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *