૧૨,૦૦૦ ના સ્માર્ટફોન પર મળશે ૬૦૦૦ નું કેશબેક, ખરીદી કરવા માટે અત્યારે જ જાણો આ આકર્ષક ઓફર વિષે  

ભારતીય ટેલિકોમ કંપની એરટેલે કરી એક મોટી જાહેરાત. ૧૨,૦૦૦ સુધીની કિંમત નો સ્માર્ટફોન ખરીદતા મળશે ૬૦૦૦ સુધી નું કેશબેક. આ સ્માર્ટફોનમાં તમારે ૨૪૯ કે તેનાથી વધારે રૂપિયા વાળું પ્રીપેડ પેક લેવું પડશે.

કઈ રીતે મેળવવો કેશબેક નો લાભ :

ટેલિકોમ કંપની એરટેલે મારો પ્રથમ સ્માર્ટફોન પ્રોગ્રામ શરૂ કર્યો છે. તે અંતર્ગત ગ્રાહકને ૧૨,૦૦૦ સુધીનો ફોન ખરીદવા પર ૬૦૦૦ રૂપિયાનું કેશબેક મળશે. આ સ્કીમ માં જોડાવા માટે તમારે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે જેની કિંમત ૧૨,૦૦૦ હોય. પછી તમારે આ ફોનમાં દર મહિને એરટેલ નું ૨૪૯ રૂપિયા નું કે તેનાથી વધારે નું પ્રીપેડ પેક લેવું પડશે.

તમારે સતત ૩૬ મહિના સુધી આ પેક કરાવવું પડશે. તેમાં વચ્ચે તમે તેને બંધ નહીં કરી શકો. જો તમે આવું કરશો તો તમારો પ્લાન કેન્સલ થઈ જશે. જો તમે ૩૬ મહિના સુધી સતત એરટેલ માં ૨૪૯ રૂપિયાનું કે તેનાથી વધારે નું રિચાર્જ કરાવશો તો એરટેલ તમને બે ભાગમાં ૬૦૦૦ રૂપિયાનું કેશબેક ફાળવશે.

કેવી રીતે મળશે કેસબેક :

આ પ્લાન માં જોડાયા પછી ગ્રાહકોને બે હપ્તામાં કેશબેક ની ફાળવણી થશે. જેમાં પ્રથમ વખત તમને ૧૮ મહિના પછી ૨૦૦૦ રૂપિયા આપવામાં આવશે અને પછી ૩૬ મહિના પૂરા થતાં ૪૦૦૦ રૂપિયા આપવામાં આવશે. તેથી તમે જ્યારે ૩૬ મહિના સુધી સતત એરટેલ ના કાર્ડ માં રિચાર્જ કરાવશો ત્યારે અંતમાં તમને ૬૦૦૦ રૂપિયાનું કેશબેક મળશે. આ સ્કીમ માં જોડાવા માટે ૧૫૦ થી વધુ સ્માર્ટફોનને લિસ્ટેડ કરવામાં આવ્યા છે.

આ સ્માર્ટફોનના લિસ્ટમાં ૬૦૦૦ રૂપિયાવાળા પણ સ્માર્ટફોન છે. જો તમે ૬૦૦૦ વાળા સ્માર્ટફોન ની ખરીદી કરશો તો ૩ વર્ષ પછી તમને તેની પૂરી કિંમત કેશબેક માં મળી જશે. તેના માટે તમારે મેરા પહેલા સ્માર્ટફોન પ્રોગ્રામમાં જોડાવા નું રહેશે.

તેનાથી કંપનીને શું ફાયદો થશે :

આ પ્રોગ્રામ વડે કંપની વધુમાં વધુ ગ્રાહકોને તેની સાથે જોડવા ઈચ્છે છે. કંપની ની ઈચ્છા છે કે ગ્રાહકો તેની સાથે લાંબા સમય સુધી જળવાઈ રહે. જો કોઈ માણસ ત્રણ વર્ષ સુધી સતત એક જ કંપનીની સેવાઓનો ઉપયોગ કરશે તો તેમની ભાવનાઓ પણ આ કંપની પ્રત્યે સારી રહેશે અને તે લાંબા સમય સુધી તેની સાથે જોડાઇ રહેવાનું વિચારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *