આ 9 વર્ષનો બાળક રસોઈયાથી ઓછો નથી! પરાઠા શેકવાની રીત જોઈને લોકો થઈ ગયા હેરાન

આજના સમયમાં સોશિયલ મીડિયા ટેલેન્ટ ને હવા આપવા માટેનું એક સશક્ત પ્લેટફોર્મ બની ગયું છે. આ પ્લેટફોર્મ પર આવ્યા બાદ ક્યારે કોની કિસ્મત ચમકી જાય કહી ન શકાય.

‘ બાબા કે ઢાબા ‘ ના માલિક કાંતા પ્રસાદ ને તો તમે ઓળખતા  જ હશો ને ! કાંતા પ્રસાદ પણ આ પ્લેટફોર્મ પર આવ્યા બાદ રાતોરાત સ્ટાર બની ગયા હતાં. આવી જ રીતે ફરીદાબાદના સાધારણ પરિવારના એક બાળક નો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ રહ્યો છે.

આ બાળક ની પરાઠા શેકવાની રીત જોયા બાદ તમે પણ કહેશો કે આની આગળ મોટા મોટા શેફ પણ ફેલ છે. વર્તમાન સમયમાં તો બાળકનો આ વિડીયો લોકોનું દિલ જીતી રહ્યો છે.

નવ વર્ષના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોને food blogger વિશાલે પોતાની યુટ્યૂબ ચેનલ પર શેર કર્યો છે. 23 નવેમ્બરે અપલોડ ગયેલા વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે.

આ સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે. જોકે આ વીડિયોમાં બાળકના બેગ્રાઉન્ડ વિશે વધુ કઈક માહિતી આપવામાં આવી નથી. આ બાળક હરિયાણા ફરીદાબાદ નો રહેવાસી જણાવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક મોટા તવા પર પરાઠા બનાવતો નજર આવે છે. એ બાળક પરાઠાને જેવી રીતે ઉલટાવીને ઝડપથી શેકે છે. એ કોઈ પ્રોફેશનલ શેફ ની જેમ જ લાગે છે.

જો કે વીડિયોની શરૂઆત જોઈને એવું લાગે છે કે, આ બાળક કેમેરો જોઈને ગભરાઈ જાય છે. એ માટે બ્લોગરને કડછી દ્વારા ત્યાંથી હટવા માટે ઇશારો કરે છે. જોકે ત્યાર પછી એને કોઈ પરેશાની થતી નથી. આ બાળક હવે ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. સાથે જ યુઝર્સ આ બાળકને લઈને ચિંતા પણ જાહેર કરી રહ્યા છે. લોકોને એના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. કેમકે આ એની વાંચવા લખવાની અને રમવાની ઉંમર છે. પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ વ્યવસ્થિત ન હોવાને કારણે એ પોતાનું બાળપણ જીવી શકતો નથી.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ફરીદાબાદના એક 13 વર્ષ ના બાળકનો ચાઈનીઝ વેચતો વીડિયો વાયરલ થયો હતો. એ જોયા બાદ ઘણા લોકો એના પરિવારની મદદે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *