આ અભિનેત્રીએ લગાવ્યો શાહરુખ ખાન પર મોટો આક્ષેપ, કહ્યું KKR ની પાર્ટીમાં ખુલ્લેઆમ લેવાતા હતા ડ્રગ્સ

આપણે જાણીએ છીએ કે બોલિવૂડના મશહૂર અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં એનસીબી કસ્ટડીમાં છે. કોર્ડલિયા ક્રુઝ પર થયેલી રેવ પાર્ટીમાં આર્યન ખાન ની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે મોડેલ અને અભિનેત્રી શર્લિન ચોપરાએ ટ્વીટર પર એક તેનો જૂનો ઇન્ટરવ્યૂનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે IPL ની KKR ટીમ ની પાર્ટી ની વાત કરતી જોવા મળે છે.

શર્લિને શાહરુખ ખાન પર લગાવ્યો આરોપ :

શર્લિન ચોપડા આ વીડિયોમાં કહી રહી છે કે, ‘બોલીવુડ અથવા આઈપીએલમાં કોઈપણ મોટી પાર્ટી ડ્રગ્સ વગર થતી નથી કારણ કે તે લોકોનું માનવું છે કે જ્યાં સુધી ડ્રગ્સ લેવામાં ન આવે ત્યાં સુધી પાર્ટીમાં રોમાંચ આવતો નથી તેમને કિક મળતી નથી.’ શર્લિન ચોપડાએ તેના ઇન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ શાહરૂખ ખાનનું નામ લીધું હતું અને કહ્યું હતું કે શાહરૂખ ખાનની KKR ની પાર્ટીમાં સ્ટાર્સ પત્નીને તેણે વોશરૂમમાં સફેદ પાવડર લેતા જોઈ હતી.

રાજ કુંદ્રા પર પણ લાગ્યા હતા આરોપ :

શર્લિન ચોપડા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં હોય જ છે. થોડા સમય પહેલા અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુન્દ્રાને અરેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે શર્લિન ચોપરાએ કહ્યું કે, ‘ રાજ કુંદ્રા જ તેને એડલ્ટ બિઝનેસમાં લાવ્યો હતો.’ તે તેની સાથે ગેરકાયદેસર સંબંધ બનાવવા ઇચ્છતો હતો જ્યારે શર્લિને ના પાડી ત્યારે તેને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું.

શર્લિને ૨૦૨૧ માં રાજ કુંદ્રા સામે જાતીય શોષણના આરોપ લગાવતી FIR પણ નોંધાવી હતી. શર્લિન અને રાજે સાથે ઘણું કામ કર્યું હતું શર્લિન એડલ્ટ ફિલ્મો માટે ઘણો વધારે ચાર્જ લેતી હતી. જ્યારે રાજ કુંદ્રા તેની સફાઇમાં કહ્યું હતું કે શર્લિને લગાવેલા બધા આરોપ પાયાવિહોણા છે તે આ બધું પૈસા માટે કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *