આ છે ખૂબ જ ચમત્કારી મંત્ર, દરરોજ રાત્રે સૂતા પહેલાં બે વખત કરો આ મંત્રનો જાપ

સારી ઊંઘ :

મોટા ભાગના લોકો માને છે કે આરોગ્ય સંબંધી સમસ્યા દૂર કરવા માટે દવા કારગર ઉપાય છે, પરંતુ આધ્યાત્મિક વૃત્તિ વાળા લોકો માને છે કે આરોગ્ય સંબંધિત સમસ્યા દૂર કરવા માટે દવા થી પણ માણસનું મન વધારે કાર્યરત હોય છે. આજે મોટાભાગના લોકો તણાવને લીધે અનિદ્રાની સમસ્યાથી પીડાય છે. કેટલાક લોકોને રાત્રે ખરાબ સપના આવે છે જેથી તે સુઈ શકતા નથી. તેના માટે ઘણા લોકો ઊંઘની ગોળીઓ પણ લે છે પરંતુ તેના સાઇડ ઇફેક્ટ ખૂબ જ હાનિકારક હોય છે.

આયુર્વેદમાં મંત્ર :

તમને કદાચ માનવામાં નહીં આવે પરંતુ સારી ઊંઘ માટે આયુર્વેદમાં પણ મંત્રનો ઉપયોગ કરવા માટે ઉલ્લેખ થયો છે. આ હજારો વર્ષ જૂના મંત્ર આપણી વૈદિક સંસ્કૃતિનો ભાગ છે. આયુર્વેદનું કહેવું છે કે જો મનુષ્ય પૂરતી ઊંઘ લે તો તે તેની શરીર ની ઉર્જા ને વધારે સક્રિય કરી શકે છે.

અનિદ્રા ના કારણો :

અનિદ્રાની સમસ્યા વાત દોષને લીધે થઈ શકે છે. શરીરમાં ઉર્જા ના પ્રવાહ ને લીધે વાત દોષ ઉત્પન્ન થાય છે. આ દોષને લીધે શરીરમાં માંદગી રહે છે અને મગજ શાંત રહેતું નથી. તેથી સારી ઊંઘ લેવા માટે વાત દોષ દૂર કરવો ખૂબ જ જરૂરી છે.

મંત્ર શક્તિ :

આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મંત્રોચ્ચારથી જીવનશૈલી સ્વસ્થ બને છે. મંત્રમાં અલૌકિક શક્તિ રહેલી હોય છે જે મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યાનો પણ ઉકેલ લાવી શકે છે. જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય તે રાત્રે શક્તિશાળી મંત્રનો ઉચ્ચારણ કરીને પથારી પર જશે તો તેને શાંતિથી ઊંઘ આવી જશે.

જાણો ક્યાં છે આ મંત્ર :

પાશ્ચાત્ય સંસ્કૃતિ માં સુતા પહેલા મંત્ર બોલવાનો રિવાજ છે. તે મુજબ તમારે મનમાં કહેવાનું છે કે, હું શાંત અને સ્થિર છું. આખી દુનિયા ઊંઘી રહી છે અને બધું જ ઠીક છે. હું ઊંઘ નું સન્માન કરું છું, હું ઉંડાણપૂર્વક અને શાંતિથી શ્વાસ લઇ રહ્યો છું. મને દરેક શ્વાસે વધુ ને વધુ આરામ મળી રહ્યો છે. બસ આ જ વસ્તુ નું રટણ કરવાથી તમને સારી ઉંઘ આવી જશે.

ચાર અક્ષરનો જાદુઈ મંત્ર :

‘સા તા ના મા’ ચાર અક્ષરનો આ મંત્ર વાંચવામાં તો ખૂબ જ સરળ લાગે છે પરંતુ તે એટલો ચમત્કારી છે કે તમારા મગજની અંદર જઈને નસોને શાંત કરી દે છે. આ મંત્રનો અર્થ છે- જન્મ, બ્રહ્માંડ નો ઉદ્ભવ, જીવન, મૃત્યુ અને બદલાવા- પુનર્જન્મ. આ મંત્રનો સતત જાપ કરવાથી એક લય બનશે જે તમારા મગજને શાંત કરશે. તમારા શરીરના ચક્રો ગતિમાન કરશે, તમારી પીનીયલ અને પિચ્યુટરી ગ્રંથિ નિયંત્રણમાં રાખશે.

ગણેશ મંત્ર :

ૐ ગં ગણપતયે નમઃ જો તમે દરરોજ રાત્રે સુતા પહેલા ગણપતિજીના આ મંત્રનો જાપ કરશો તો તમારા ખરાબ સપના દૂર થઈ જશે. જે લોકોને ડરામણા સપના ને લીધે ઊંઘ ન આવતી હોય તેને દરરોજ રાત્રે આ મંત્ર બોલીને સૂવું જોઈએ.

બીજો મંત્ર :

આ ઉપરાંત સારી ઊંઘ માટે નો બીજો મંત્ર છે- હર હર મુકુંદ. આ મંત્રનું ઉચ્ચારણ પણ મગજને શાંત કરીને સારી ઊંઘ લાવવા માટે ઉપયોગી થાય છે. એ મગજ માંથી બધી પ્રકારનો ભય દૂર કરે છે અને માનસિક સમસ્યાઓમાંથી બહાર આવવામાં મદદ કરે છે.

શાબર મંત્ર :

જે લોકોને રાત્રે ભૂત-પ્રેતનો ડર લાગતો હોય અને તેને લીધે ઊંઘ ન આવતી હોય તો સુતા પહેલા હનુમાનજીના શાબર મંત્ર નો જાપ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *