વાંચો આ દાદા ની વાટકામા મીઠાઈ વહેંચવાથી લઈને ૧૦૦૦ કરોડની કંપની બનાવવા સુધીની રોચક સફર વિષે…

આજે આપણે ઘણા એવા કિસ્સા સાંભળીએ છીએ જે લોકો શૂન્યમાંથી સર્જન કરે છે. આવો જ એક કિસ્સો કેદારનાથ અગ્રવાલે પણ સાબિત કર્યો હતો. કેદારનાથના પરિવારની હાલત ખુબ જ ગંભીર હતી તેઓ પાસે રહેવા માટે અને ખાવા માટે પણ પૈસા ન હતા. તેથી પરિવાર સાથે તેઓ બિકાનેર થી દિલ્હી આવી ગયા. દિલ્હીમાં આવ્યા બાદ થોડા સમય માટે રહેવા માટે કોઈ સુવિધા અને પૈસા ન હોવાથી તેમના પરિવારને ધર્મશાળામાં રહેવું પડ્યું હતું.

દિલ્હીમાં કેદારનાથ રસગુલ્લા અને નમકીન વેચવાનું ચાલુ કર્યું. સૌપ્રથમ તો તે શેરીએ-શેરીએ જઈને ડોલમાં રસગુલ્લા વહેંચતા હતા. તેમના રસગુલ્લા નો સ્વાદ લોકોને ખુબ જ ગમ્યો અને ધીરે ધીરે તેની આવકમાં વધારો થવા લાગ્યો.જોતજોતામાં થોડાં સમયમાં જ તેની આવક વધી ગઈ અને કેદારનાથ એ જૂની દિલ્હીમાં એક દુકાન ભાડે રાખી. ત્યાં તેને મીઠાઈ અને નાસ્તો બનાવવાનું કામ ચાલુ કર્યું. થોડા સમય બાદ તેને દુકાનમાં કારીગરો પણ રાખ્યા.

કેદારનાથ ની બનાવેલી બધી જ મીઠાઈઓ અને નાસ્તા નો સ્વાદ એટલો બધો સારો હતો કે તેની દુકાન થોડા સમયમાં જ પ્રખ્યાત બની ગઈ. દિવસે દિવસે દુકાનમાં લોકોની ભીડ વધવા લાગી. કેદારનાથ એ તેની દુકાનનું નામ બિકાનેરી ભુજીયા ભંડાર રાખ્યું હતું. આ દુકાન પ્રખ્યાત બની ગઈ અને આસપાસના દરેક વિસ્તારમાં તેમજ આખી દિલ્હીમાં તેની મીઠાઈ ની ચર્ચા થવા લાગે.

કેદારનાથના ભાઈએ દુકાનનું નામ બદલીને બીકાનેરવાલા રાખવા માટે સુઝાવ આપ્યો. કેદારનાથ ને પણ આ નામ ગમ્યું તેથી તેને દુકાનનું નામ બદલાવીને બીકાનેરવાલા રાખી દીધું. આજે તેમનો આખો પરિવાર આ કાર્યમાં તેની મદદ કરે છે અને ધંધા ને આગળ વધારે છે. કેદારનાથ એ નમકીન અને મિઠાઈ વહેંચી ને આજે એક હજાર કરોડથી પણ વધારે ની સંપત્તિ પ્રાપ્ત કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *