આ ઘરેલું તેલ કમર, સાંધા અને ગોઠણના દુખાવા માટે છે રામબાણ ઈલાજ, જાણો આ તેલ બનાવવાની રીત અને ફાયદા વિષે

આજકાલ લોકોને નાનાથી લઈને મોટી બીમારીઓ થતી રહે છે. શરદી ઉધરસ જેવી બીમારીઓ અવારનવાર થાય છે પરંતુ થોડા સમયમાં તે દૂર થઈ જાય છે જ્યારે સાંધાના દુખાવા જેવી બીમારી ઘણી વખત લાંબા સમય સુધી પીછો છોડતા નથી. ઘણા લોકો મોંઘી દવાઓ કરે છે તેમ છતાં પણ અમુક બીમારીથી છુટકારો મેળવી શકાતો નથી. આવામાં ઘણી વખત મોંઘી દવાઓ કરતાં પણ ઘરેલુ ઉપચાર વધારે કામ ના હોય છે.

તેથી આજે આપણે સાંધાના દુખાવા અને અન્ય શરીરના દુખાવા માટે એક વિશેષ તેલ વિશે જાણીશું. શરીરમાં વાયુનું પ્રમાણ વધે ત્યારે સાંધાના દુખાવા થવા લાગે છે. તેને દૂર કરવા માટે મોંઘી મોંઘી દવાઓ પણ ઘણી વખત અસમર્થ રહે છે તેથી આજે આપણે એક એવા ખાસ તેલ વિશે જાણીશું જે સાંધાના દુખાવાને દૂર કરી દેશે.

ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં સાંધાના દુખાવા વધારે પ્રમાણમાં જોવા મળે છે પરંતુ આજે તો ત્રીસ પાંત્રીસ વર્ષ ના લોકોને પણ સાંધાના દુખાવા થવા લાગ્યા છે. તેથી આજે આપણે એક એવા ઉપાય વિશે જાણીશું જેનાથી કમર, ગોઠણ અને સાંધાના દરેક દુખાવા દૂર થઈ જશે.

આ તેલ બનાવવા માટે આપણે તલના તેલનો ઉપયોગ કરવાનો છે. તેના માટે માત્ર ત્રણ જ વસ્તુ ની જરૂર પડશે. સૌપ્રથમ તલનું તેલ લઈને તેમાં થોડી સૂંઠ અને હિંગ મિક્સ કરો. ત્યારબાદ આ તેલ ને થોડીવાર માટે ગરમ કરો અને જ્યારે તે ઠંડુ પડે ત્યારે તેને એક કાચ ની શીશીમાં ભરી લેવાનું રહેશે.

આ તેલનો ઉપયોગ તમારે દિવસમાં બે વખત કરવાનો રહેશે. આ તલના તેલ વડે દુખાવા વાળી જગ્યા પર બે વખત માલિશ કરવાની અને સતત એક અઠવાડિયા સુધી આ ઉપાય ચાલુ રાખવાનો. તેનાથી તમને દુખાવામાં તરત જ રાહત મળી જશે અને તમારે રાત્રે સૂતા સમયે ખાસ કરીને આ તેલથી માલિશ કરીને ત્યાર પછી જ સૂવું તેનાથી વધારે ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *