આ ઘરેલુ ઉપચાર કરશે કબજીયાતની તકલીફને અસરકારક રીતે દૂર, વાંચો આ લેખ અને જાણો

કબજિયાત દૂર કરવા સૌથી અગત્યની બાબત છે તમારે કુદરતી અને સરળ ખોરાક ખાવો જોઈએ. આ માટે દાળ, લીલા શાકભાજી જેવા કે પાલક, ટામેટા, ડુંગળી, કોબી, વટાણા, કોળા, બીટ, ગાજર આ બધી વસ્તુ ખોરાકમાં લેવાથી તમને ક્યારેય કબજિયાતની સમસ્યા નહીં થાય.

આ ઉપરાંત નાસપતિ, દ્રાક્ષ, અંજીર, પપૈયા, કેરી, જામફળ, નારંગી જેવા તાજા ફળો તેમજ કિસમિસ, અખરોટ, બદામ જેવા સૂકા મેવા અને ઘી, માખણ, ક્રીમ વગેરે જેવા દૂધ ના ઉત્પાદનો નું પણ વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ. કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે માત્ર આહાર જરૂરી નથી પરંતુ તેને યોગ્ય રીતે ખાવો પણ એટલો જ જરૂરી છે. તે ખોરાકને ઓછામાં ઓછું ૨૦ થી ૨૫ વખત ચાવીને ખાવો જોઈએ તેમજ નિરાંતે ખાવું જોઈએ ક્યારેય પણ ઉતાવળમાં ભોજન ન લેવું.

વધારે પડતી ખાંડ હોય એવો ખોરાક ન લેવો જોઈએ કારણ કે આવા ખોરાક માં કોઈપણ પ્રકારના વિટામિન હોતા નથી. દરરોજ ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું જરૂરી છે પરંતુ ખાસ ધ્યાન રાખો કે ભોજન સાથે ક્યારેય પણ પાણી ન પીવું. જમ્યા પછી અડધી કલાક સુધી પાણી ન પીવું. કેળું અને જેક ફ્રુટ સિવાયના બધા ફળ કબજિયાત દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

એક સુકા અંજીરને ૫-૧૦ ગ્રામ દૂધમાં ઉકાળીને તેમાં થોડી ખાંડ નાખી ને તેનું સેવન કરવાથી પણ કબજિયાત માંથી રાહત મળશે. જે લોકોને વધારે કબજિયાતની સમસ્યા હોય તેમને થોડા દિવસ માટે માત્ર નાશપતિ નું સેવન કરવું નાશપતિ કબજિયાત દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપચાર છે. ૧ ગ્રામ તજ અને ૫ ગ્રામ હરડે નું ચૂર્ણ ૧૦૦ મિલી પાણી સાથે રાત્રે પી જશો તો સવારે પેટ સાફ થઈ જશે.

કાળી દ્રાક્ષને પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે. લીલી દ્રાક્ષ પણ કબજિયાત દૂર કરવા માટે ઘણી મદદગાર છે. દ્રાક્ષમાં સેલ્યુલોઝ, શર્કરા અને ઓર્ગેનિક એસિડ રેચક તત્વો હોય છે જે કબજિયાતને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

આ ઉપરાંત દ્રાક્ષ આંતરડાની સ્નાયુઓને મજબૂત બનાવે છે. ૧૦-૧૦ ગ્રામ આદુ અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સિંધવ મિક્સ કરીને સવારે પીવાથી કબજિયાત માંથી રાહત મળી જશે, ૧૦ ગ્રામ લીંબુ નો રસ અને ૧૦ ગ્રામ ખાંડ ૧૦૦ મિલી પાણીમાં મિક્સ કરીને એક મહિના સુધી રાત્રે પીવાથી કબજીયાત સંપૂર્ણપણે દૂર થઈ જશે.

એક ગ્લાસ પાણીમાં એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મિક્સ કરીને પીવાથી પણ કબજિયાત માંથી રાહત મળે છે, રાત્રે સુતી વખતે ૩-૪ અંજાર ચાવીને ખાઈ જવા અને ઉપર એક કપ ગરમ દૂધ પીવાથી પણ કબજિયાત દૂર થઈ જશે. ભોજન પહેલા પાકા ટામેટા ખાવાથી પણ તમને ક્યારેય કબજિયાતની સમસ્યા નહીં થાય. ૧ કપ ટામેટા નું સૂપ પીવાથી આંતરડામાં જામેલ સુકો મળ છૂટો પડે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. રાત્રે પાકા કેળા ખાવાથી પણ કબજિયાત થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *