આ ખાસિયતને લીધે લંકેશની ભૂમિકા માટે થઈ હતી આ કલાકારની પસંદગી, આ ભૂમિકાએ અપાવી અઢળક ખ્યાતી

રામાયણમાં લંકેશ નું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું હાલમાં જ અવસાન થઈ ગયું છે. તેઓને લંકેશ તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. આ ઉપરાંત તેને અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી ની જોડી ગુજરાતી ચલચિત્રમાં સફળ યુગ ને પસાર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

રામાયણમાં રાવણ ના રોલ માટે અરવિંદ ત્રિવેદી ની પસંદગી કરવા પાછળ એક ખાસ કારણ હતું તેને લીધે જ રામાનંદ સાગરે તેને રાવણ નો રોલ આપ્યો હતો. અરવિંદ ત્રિવેદી ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા હતા તેની રગેરગમાં અભિનય હતો. તેમના યુવાની કાળમાં તેમના અભિનય પર દર્શકો ફિદા હતા. અરવિંદ ને ઉપેન્દ્ર ની જોડી ગુજરાતી અભિનય કાળા માં ખૂબ જ માનીતી જોડી હતી.

રામાનંદ સાગરે ૮૦ ના દાયકામાં રામાયણના વિવિધ પાત્રો માટે શોધ શરૂ કરી દીધી હતી. રામાયણ નું મોટા ભાગનું શૂટિંગ ઉમરગામ નજીકના સ્ટુડિયો અને દરિયાકિનારે કરવામાં આવ્યું હતું. તેના માટે એક પછી એક દરેક પાત્રની પસંદગી થઇ ગઇ પરંતુ રાવણના પાત્ર માટે રામાનંદ સાગરની નજરમાં કોઈ અભિનેતા ફિટ બેસતો નહોતો.

અટ્ટહાસ્ય ના લીધે થઈ રાવણ તરીકે પસંદગી :

મીડિયા સાથે એક ઇન્ટરવ્યૂમાં અરવિંદ ત્રિવેદીએ કહ્યું હતું કે રાવણના પાત્ર માટે તેઓએ સ્ક્રીન ટેસ્ટ આપ્યું હતું. તેમાં તેના અટ્ટહાસ્ય જોઈને તેની પસંદગી કરવામાં આવી હતી. શૂટિંગ દરમિયાન તેમણે તેના અટ્ટહાસ્ય ને ખાસ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું હતું. તેમનું હાસ્ય એટલું કમાલ હતું કે રામાયણ ધારાવાહિક માં તેના હાસ્ય ના અવાજ થી જ નકારાત્મક પાત્ર નો રુવાબ ઉપસી આવતો હતો. અરવિંદના આજ અટ્ટહાસ્ય થી દર્શકોના હૃદયમાં રાવણ પ્રત્યેની તિરસ્કૃત અને રામ પ્રત્યેનો પ્રેમ છલકાઈ આવ્યો હતો. તેમનું અટ્ટહાસ્ય સાંભળીને લોકોમાં રોષ ઉભરાઈ જતો હતો.

રાવણના પાત્રને લઈને તેમને પ્રાયશ્ચિત ભાવ ઉત્પન્ન થતો હતો :

ધારાવાહિકમાં અરવિંદની રામ પ્રત્યેની તિરસ્કૃતતા થી તેને હૃદયમાં ખૂબ જ પ્રાયશ્ચિત થતું હતું. તેથી તેમણે એક ધાર્મિક પૂજનીય વ્યક્તિને સંપર્ક કર્યો હતો. જેણે તેમની ભૂમિકાને યથાર્થ ગણાવી હતી અને કહ્યું હતું કે તેની આ ભૂમિકાને લીધે જ લોકોને રામ ના ગુણ સમજાય છે. પરંતુ તેમ છતાં પણ તેમના હૃદયમાં પ્રાયશ્ચિત નો ભાવ રહેતો હતો.

તે શૂટિંગમાં જતા પહેલા જ માફી માંગતા :

તે રાવણ તરીકે શૂટિંગ પર જતાં પહેલાં જ શ્રીરામના ફોટો આગળ પ્રાર્થના કરતા હતા. તે રામ ભગવાન ને કહેતા હતા કે રામજી તમારા સારા પણા ને સમાજ સામે રાખી શકું મારામાં એવી નકારાત્મકતા ઉત્પન્ન કરજો અને શુટિંગ દરમિયાન હું રામ ભગવાન માટે જે કંઈ પણ ખરાબ શબ્દો બોલુ છું તેના બદલ મને માફ કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *