આખરે કોણ હતો ફિલ્મ હેરાફેરીમાં આ કલાકાર જેનો ચહેરો અંત સુધી બતાવવામાં ન આવ્યો, વાંચો આ લેખ અને જાણો તેનું નામ અને ઓળખ

બોલિવૂડની ઘણી ફિલ્મો એવી હોય છે જે સુપરહિટ સાબિત થાય છે અને તેના કલાકારો ફેમસ થઈ જાય છે તો ઘણી ફિલ્મમાં સહ કલાકારો પણ ચર્ચાનો વિષય બની જતા હોય છે. આજે આપણે હેરાફેરી ફિલ્મની વાત કરીશું જે તેની કોમેડી માટે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. હેરાફેરીમા અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ જેવા અભિનેતાઓ હતા. આમ તો આ ફિલ્મના ઘણા બધા ડાયલોગ ટ્રોલ કરવામાં આવે છે.

આ ફિલ્મનું એક માત્ર એવું પણ હતું કે જેનું મોઢું આખા પિક્ચર દરમિયાન બતાવવામાં આવ્યું ન હતું. ફિલ્મમા માત્ર તેનું પહાડ જેવું શરીર જોવા મળ્યું હતું. આ ફિલ્મમાં તે કાળા કપડાં પહેરેલો એક વિલન હતો. ફિલ્મમાં તેનો રોલ જોઈને લોકોને તેનો ચહેરો જોવાની ઈચ્છા થઈ હતી. જોકે આજની તારીખમાં પણ આ ચહેરો એક રહસ્ય જેવો છે. આજે અમે તમને એ માણસનો ચહેરો પણ બતાવીશું અને તેના વિશે માહિતી પણ આપીશું. આ છુપા ચહેરા વાળો માણસ હેરાફેરી ફિલ્મ ના તિવારી સેઠ માટે કામ કરતો હતો.

હેરાફેરીમાં આ કાળા કપડાવાળા માણસનો રોલ ભજવનાર વ્યક્તિનુ નામ જયદીપ સિંહ છે. તે પંજાબ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. તેની ઊંચાઈ એટલી વધારે છે કે તેને જોઈને ભલભલા ડરી જાય છે. તે પંજાબના અમૃતસરમાં રહે છે અને તેની ઊંચાઈ ૭ ફૂટ ૬ ઇંચ છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો સૌથી ઊંચો પોલીસમેન માનવામાં આવે છે. તેના નામે આજે ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ છે.

જયદીપસિંહ ની ઊંચાઈ WWE ના ચેમ્પિયન અને પ્રખ્યાત કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી કરતાં પણ વધારે છે. જો બંને ને બાજુ માં રાખે તો બંને ભાઈ હોય તેવું લાગે છે પરંતુ હકીકતમાં એવું નથી. જ્યારે જયદીપસિંહ પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે ત્યારે ઘણા લોકો તેને જોવા માટે દોડી આવે છે. તેમના ઘણા ફેન પણ છે જે તેમની સાથે સેલ્ફી પડાવે છે. તે તેના વિશાળ શરીરને લીધે ઘણા ફેમસ બન્યા છે.

તે કોન્સ્ટેબલ નું કાર્ય કરવાની સાથે તેમના શોખ ને પણ જીવંત રાખે છે. તેમને એક્ટિંગનો સારો શોખ છે જેથી તે ઘણી ફિલ્મોમાં નાની ભૂમિકામાં જોવા મળે છે. હેરાફેરી ઉપરાંત તે રંગ દે બસંતી, તીન ધ ભાઈ અને વેલકમ ન્યૂયોર્ક જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યા છે. તેણે ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

વધારે ઊંચાઈને લીધે તેમને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. તેને ૧૯ નંબર ના જૂતા જોઈએ છે જે ભારતમાં મળતા નથી. તેથી તેના મિત્રની મદદથી અમેરિકાથી પગરખાં અને કપડા મંગાવે છે. તે તેના રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા કપડા અને પગરખા જેવી વસ્તુ વિદેશથી મંગાવે છે જેને લીધે તેમને વધારે ખર્ચ કરવો પડે છે.

તેનો આહાર સામાન્ય વ્યક્તિ કરતાં ઘણો વધારે છે તેનું વજન પણ ૧૯૦ કિલો જેટલું છે. તેને કોઈપણ વસ્તુ પર બેસતાં પહેલાં ઘણો વિચાર કરવો પડે છે તેના વજનથી વસ્તુ તૂટી જવાનો ભય રહે છે. તે કોઈ પણ બંધ વાહનમાં ફીટ બેસતા નથી. તેથી રાત્રે પેટ્રોલીંગ માટે પણ મોડીફાઇડ વાહનોનો ઉપયોગ કરે છે. જયદીપના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી જેમાંથી સૌથી મોટી મુશ્કેલી લગ્ન જીવનની છે. તેની ઊંચાઈ જોઈને છોકરીઓ લગ્ન માટે ના પાડી દેતી હતી. છેવટે તેને તેની પસંદગીની છોકરી સુખબિર કોર સાથે લગ્ન કર્યા. હાલમાં તેને બે બાળકો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *