આવનારા સમયમાં સૂર્ય કરવા જઈ રહ્યો છે તુલા રાશિમાં રાશી પરિભ્રમણ, આ ૪ રાશિના લોકો માટે થશે સારા સમય શરૂઆત, જાણો તમારી રાશી વિષે…

સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે તેથી જ્યોતિષશાસ્ત્રમાં તેનું વિશેષ મહત્ત્વ દર્શાવ્યું છે. આવતા સમયમાં સૂર્ય કન્યા રાશિમાં થી બહાર આવીને તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેથી મુખ્ય ૪ રાશિઓ પર તેની ખાસ અસર જોવા મળશે. આમ તો બધી રાશિઓ પર તેની અસર થવાની છે પરંતુ કેટલીક રાશિ ને તેના અશુભ પરિણામ પણ મળશે તેથી આજે આપણે તેની વાત ન કરતા, જે રાશિ ને શુભ પરિણામ મળશે તેના વિશે જાણીશું.

સિંહ રાશિ :

સૂર્ય નું પરિવર્તન તમારી હિંમત અને શક્તિમાં વધારો કરશે. સાવધાન રહેવું તમારા જીવનને બચાવી રાખવા માટે મહત્વપૂર્ણ છે. સફળતા મેળવવા માટે અથાગ મહેનત અને પરિશ્રમ કરવો પડશે. તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવા થી કાર્ય સ્થળે દરેક લોકો સાથે સારા સંબંધો જળવાઈ રહેશે.

કન્યા રાશિ :

તમારા માટે સૂર્યનું પરિભ્રમણ સમસ્યા સર્જી શકે છે. પરંતુ આ સમય દરમ્યાન આર્થિક મોરચે ચાલતી તકલીફ દૂર થઈ જશે. જીવનમાં સમસ્યા હોવા છતાં પણ તમે ખુશ રહેશો કારણ કે પરિવારના લોકો તમને સપોર્ટ આપશે. સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે પરંતુ અંતમાં સફળતા નક્કી છે. તમને નાની-નાની વસ્તુઓ પર ગુસ્સો આવશે તેમ છતાં પણ તમે મીઠી વાણી નું પ્રયોજન કરશો જે તમને ફાયદો કરાવશે.

તુલા રાશિ :

સૂર્ય તમારી રાશિમાં પ્રવેશ કરવાનો છે તેથી આ સમય દરમ્યાન તેની સૌથી વધુ અસર તમને થશે. સૂર્યના સંક્રમણથી સારા પરિણામ અવશ્ય મળશે પરંતુ તમારા મન પર તેની ખાસ અસર થશે. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી લેવી પડશે. મન પ્રસન્ન રહેશે અને દુશ્મનો થી પણ તમને રક્ષણ મળશે.

આમ તો સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે તેથી તે મેષ રાશિમાં ઉચ્ચ અને તુલા રાશિમાં નબળો હોય છે. જે લોકોનો સૂર્ય મજબૂત હોય તે લોકો સફળતા મેળવી શકે છે. તેથી તુલા રાશિના લોકોએ થોડી વધારે ધીરજ રાખવી પડશે. વિવાદ, મૂંઝવણ વગેરે જેવી બાબતોને ટાળો. ખોટા કામ થી હંમેશા દુર રહો અને અન્ય વ્યક્તિ નો આદર કરતા શીખો.

વૃષીક રાશિ :

વિદેશી કંપની સાથે જોડાયેલા લોકો સારા પરિણામ મેળવી શકશે. વ્યવસાયમાં નફો થશે અને જોખમ દૂર થઈ જશે. માનસિક તણાવ ઘટશે સ્થળાંતર તમારા માટે સારું બનશે. તમારી રાશિ માટે કેટલીક કઠિન પરિસ્થિતિ સૂર્યના પરિવર્તન થી ઉભી થઇ શકે છે, પરંતુ દરેક પરિસ્થિતિને તમે સારી રીતે ઉકેલશો.

આ ઉપરાંત તુલા સંક્રાંતિથી તમારા જીવનમાં સારી અને ખરાબ એમ બે પ્રકારની અસર જોવા મળશે. તમારા પરિવારમાં દુશ્મનો ને લીધે ખતરો વધશે જ્યારે તમારી આર્થિક પરિસ્થિતિ પર કોઈ આંચ નહીં આવે. તમારે સ્વાસ્થ્યની બાબતમાં વધારે સતર્ક થઈ જવું અને બની શકે તો બહારના ભોજનનો ત્યાગ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *