એક વ્યક્તિએ બૂમ પાડી કે કૂતરા પકડવાની ગાડી આવી રહી છે, સાંભળીને ભાગ્યા ચાર કૂતરા, જુઓ મજેદાર વિડીયો

સોશિયલ મીડિયાના આ યુગમાં વાયરલ થવું એ કોઈ મોટી વાત નથી. તમારે ફક્ત એક સારા અને રમુજી વિડિઓની જરૂર છે અને તમારો વિડિયો આખી દુનિયામાં ફેમસ થઈ જશે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને આવા ઘણા વીડિયો જોવા મળશે, જે ચર્ચામાં રહ્યા છે અને ખૂબ જ ફની પણ છે.

આવા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે, જે ખૂબ જ મજેદાર હોય છે અને તેને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે એટલો ફની છે કે તમે ચોક્કસ હસી પડશો.

તમે કૂતરા જોયા જ હશે. કેટલાક શેરી કૂતરાઓ છે અને કેટલાક લોકો કૂતરા પાળે છે અને તેમના પર ઘણો પ્રેમ વરસાવે છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કેટલાક શેરી કૂતરાઓ છે. એ કાંઈક એવી વાત સાંભળીને ભાગી જાય છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક માણસ બૂમો પાડીને કૂતરાઓને ભગાડે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે જીન્સ અને લાલ શર્ટ પહેરેલો એક છોકરો નદી પરના ડેમ પાસે પહોંચે છે, જ્યાં 4 કૂતરા પહેલેથી જ આરામ કરી રહ્યાં છે. તે આવતાની સાથે જ બૂમ પાડે છે, ‘ભાઈ… કૂતરા પકડવાની ગાડી આવી રહી છે, દોડો’. આ સાંભળીને ચારેય કૂતરા ત્યાંથી ખૂબ જ ઝડપથી ભાગી જાય છે. ત્યારે તે વ્યક્તિ કહે છે, ‘બચાવી લીધા મેં એમને’.

 

View this post on Instagram

 

A post shared by mosin khan (@mosin_khan1423)

આ ફની વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર mosin_khan1423 નામથી શેર કરવામાં આવ્યો છે, અને જ લોકોએ વીડિયો જોયા બાદ ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તમે પણ ભાગી જાઓ, નહીં તો તમને પણ પકડીને લઈ જવામાં આવશે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘એ તો ભાગી ગયા, તમારું શું થશે’.

તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘ભાઈ, તમારો અવાજ સાંભળીને કૂતરા ડરીને ભાગી ગયા’, જ્યારે અન્ય એક યુઝરે પણ લખ્યું છે, ‘ભાઈ જલ્દી તમે પણ ભાગી જાઓ’. જોકે, આ દરમિયાન ઘણા યુઝર્સે આ વીડિયોને ખૂબ જ ફની ગણાવ્યો છે અને વીડિયોના સર્જકની પ્રશંસા પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *