અકાળે સફેદ થતા વાળને કરો કાયમ માટે કાળા, જાણો આ જોરદાર દેશી ઈલાજ

વાળને સમય પહેલાં જ સફેદ થતા અટકાવવા માટે સમતોલ આહાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જે લોકોના વાળ અકાળે સફેદ થઈ ગયા હોય તેમને તેમના ડાયટમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. પેટોથેનિક એસિડ, પેરા એમીનાઇઝિન એસિડ અને પીએબિએ ઈનોસિટોલ આ ઘટકો વાળને અકાળે સફેદ થતા અટકાવે છે.

તેથી રોજિંદા આહારમાં આ ઘટકો મળી રહે તેવા ખોરાક નો સમાવેશ કરવો જોઈએ, તેથી ફણગાવેલા ઘઉં ઉમેરી શકાય છે. ફણગાવેલા ઘઉં માં બી કેટેગરીના બધા વિટામિન હોય છે. તેથી તેમાં ઉપર દર્શાવેલા ત્રણ ઘટકો પણ હોય છે.

વાળને અકાળે સફેદ થતા રોકવા અથવા તો સફેદ થઈ ગયેલા વાળને ફરીથી કાળા કરવા માટે ૧ ચમચી ખમીર ૧ લિટર લસ્સી માં મિક્સ કરીને પી જવું. જે લોકો કેલ્શિયમ પેટોથેનેટ ની ગોળીઓ લેતા હોય તે લોકો પણ લસ્સી માં તેને મિક્સ કરીને પી શકે છે. આ સારવારથી તમારા વાળ કુદરતી રીતે જ ફરીથી કાળા થવા લાગશે.

આ ઉપરાંત આયર્ન અને આયોડિન થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. ગાજર, કેળા જેવા ફળ અને શાકભાજી ખનીજ તત્વોથી ભરપૂર હોય છે. ગાજર શરીરમાં લોહી પૂરું પાડે છે જે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. મેંદા અને ખાંડનો ઉપયોગ થતો હોય તેવી વસ્તુઓ નું સેવન બંધ કરી દેવું. સોફ્ટ ડ્રિંક, પેસ્ટ્રી, જેલી વગેરે જેવી વસ્તુઓથી દૂર રહેવું. આવી વસ્તુઓ ત્વચામાં કરચલીઓ પેદા કરે છે જે વાળને સફેદ થવાનું કારણ પણ બની શકે છે. આ વસ્તુનું સેવન કરવાથી વૃદ્ધત્વ ના લક્ષણ માં વધારો થાય છે.

સફેદ વાળને કાળા કરવા માટે આમળા નો ઉપયોગ પણ ફાયદાકારક રહે છે. તે વાળની વૃદ્ધિમાં મદદ કરે છે અને વાળનો રંગ પણ કાળો બનાવે છે. તેના માટે આમળા ના ટુકડા ને છાંયડામાં સૂકવીને પાવડર બનાવી લો. આ પાવડર ને વાળમાં લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. એક ચમચી બદામનું તેલ લઈ તેમાં થોડા લીંબુના રસના ટીપા અને આમળાનો રસ મિક્સ કરો. રાત્રે સૂતા સમયે આ તેલ વાળમાં નાખો અને ખોપરી ની બરાબર રીતે માલિશ કરો. તેનાથી અકાળે સફેદ થઈ ગયેલા વાળ ફરી કાળા થઈ જશે અને વાળ સફેદ થતા પણ અટકશે.

કાળા તલ, આમળા, ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈને વાટીને પાઉડર બનાવી લો. દરરોજ સવારે અને સાંજે આ પાવડરનુ સેવન કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે. કાચા આમળા નું સેવન કરવાથી પણ વાળ સફેદ થતા અટકશે. આ ઉપરાંત આમળાના કટકાને છાયડામાં સૂકવીને નારિયેળ તેલમાં ઉકાળો જ્યારે આમળા ના કટકા કાળા થઈ જાય ત્યારબાદ તેને ઠંડુ થવા માટે રાખો. આ તેલ વાળ માં નાખવાથી અકાળે સફેદ વાળ થવાની સમસ્યા નહીં થાય.

ચૌલાઈ ના પાન પણ સફેદ વાળની સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. તેના માટે ચૌલાઈ ના તાજા પાન લઈને તેનો રસ કાઢીને માથામાં લગાવો. તે વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદરૂપ થશે. સાથે વાળની વૃદ્ધિ પણ ઝડપી બનાવશે અને વાળને મુલાયમ રાખશે. મીઠા લીમડાનાં પાન નું સેવન કરવાથી પણ અકાળે થતી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *