આ અનાજ અનેક રોગો માટે છે રામબાણ ઈલાજ, કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ થી લઈને લોહીની કમી કરશે દૂર 

આપણા શરીર ને કાર્યરત રાખવા માટે વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. આમાંથી જ એક તત્વ કેલ્શિયમ પણ છે. હાડકા ને મજબૂત બનાવીને સાંધાને યોગ્ય કાર્યરત રાખવા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી તત્વ છે. કેલ્શિયમ મેળવવા માટે આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ કારણ કે દૂધમાં કેલ્શિયમની માત્રા ખૂબ જ સારી હોય છે.

પરંતુ અમુક લોકોને દૂધ ભાવતું નથી. દૂધ અને દૂધની બનાવટો થી ઘણા લોકોને એલર્જી હોય છે. તેથી આવા માં આપણે દૂધ ની જગ્યાએ બીજી કઈ વસ્તુથી કેલ્શિયમ મેળવી શકાય તે અંગે વિચારવું જોઈએ. આજે આપણે અહીં રાગી ના ફાયદા વિશે જાણીશું કારણ કે રાગી કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેથી જે લોકોને દૂધ ન ભાવતું હોય તે રાગી નો ઉપયોગ કરીને કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકે છે.

તમે રાગી ના લોટ નો અથવા તેને ફણગાવીને ઉપયોગ કરી શકો છો. રાગી ના લોટ ને ઘઉંના લોટમાં ૭:૩ ની માત્રામાં મિક્સ કરીને ઉપયોગમાં લેવો. રાગી માં કેલ્શિયમની માત્રા ખૂબ જ સારી હોય છે સાથે જ તેમાં પ્રોટીન, વિટામિન, ફાઈબર, કાર્બોહાઈડ્રેડ વગેરે જેવા પોષક તત્વો પણ હોય છે.

રાગી નું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસિસ નું જોખમ ઘટે છે. રાગી શરીરમાં કેલ્શિયમ પૂરું પાડે છે તેથી તે હાડકાંને મજબૂત બનાવે છે. જો નિયમિત રીતે આહારમાં રાગી નું સેવન કરવામાં આવે તો દાંતને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

રાગી નું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. ઘણી વખત કોલેસ્ટ્રોલ વધી જવાને લીધે હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે. તેથી જો નિયમિત રીતે રાગી ના રોટલા બનાવી અથવા અન્ય કોઈ રીતે સેવન કરવામાં આવે તો શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. રાગી મા ફાઇબર અને ફાઇટીગ એસિડ હોય છે જે શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા નું કામ કરે છે. તે ગુડ કોલેસ્ટ્રોલ ની માત્રા વધારે છે, જે હૃદય રોગ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.

આજે ડાયાબિટીસ લગભગ દરેક ઘરમાં જોવા મળતો સામાન્ય રોગ બની ગયો છે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાગી ખૂબ જ ફાયદાકારક હોય છે. રાગી નું સેવન નિયમિત રીતે કરવાથી બ્લડ સુગર નું પ્રમાણ ઘટે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ બની શકે તો નિયમિત રીતે રાગી નું સેવન કરવું જોઈએ.

જ્યારે એનિમિયા ને લીધે શરીરમાં લોહી ઘટી જાય છે ત્યારે રાગી નુ સેવન ખુબ જ ફાયદાકારક રહે છે. કારણ કે રાગી માં આયર્ન નું પ્રમાણ સારું હોય છે જે લોહીની ઉણપ ને દૂર કરવામાં ઉપયોગી થાય છે. ઘણી સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયા નો રોગ થતો હોય છે તેથી તેઓએ રાગી નું સેવન કરવું જોઈએ.

આ ઉપરાંત રાગી માં રહેલા તત્વો તણાવ દૂર કરવાનું કામ કરે છે. આજે મોટાભાગના લોકો કાર્ય બાબતે અથવા તો જીવનની કોઈ સમસ્યાને લીધે ટેન્શન માં રહેતા હોય છે. આવી સ્થિતિમાં જો તેઓ ખોરાકમાં રાગી નો સમાવેશ કરે તો તેનું ટેન્શન દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *