મોજીલું ગુજરાત

અનુજ અને અનુપમાની હલ્દી સેરેમનીનો ફોટો સેટ પરથી વાયરલ થયો ?

એક સમય હતો જ્યારે લોકો ટીનેજર્સની લવસ્ટોરીને પસંદ કરતા હતા. પરંતુ આ દિવસોમાં ભારતીય ટેલિવિઝન પર એક અનોખી પ્રેમ કહાની ધૂમ મચાવી રહી છે. તે છે અનુપમા અને અનુજ કાપડિયાની 40 પ્લસ લવ સ્ટોરી બંને વચ્ચે વધતી જતી નિકટતા બાદ હવે લોકો બંનેની સાથે આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ટીવી શો ‘અનુપમા’ના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે, જેને જોઈને ચાહકોને લાગે છે કે આ અનુપમા અને અનુજની હલ્દી સેરેમનીની તસવીરો છે.

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના સ્ટારર ટીવી શો ‘અનુપમા’ની વાર્તામાં હવે અનુજનો એકતરફી પ્રેમ અનુપમાના દિલ સુધી પહોંચી ગયો છે. આપણે જોયું કે બાપુજીએ અનુપમાને અનુજને તેના હૃદયમાં પ્રવેશવા દેવાની સલાહ આપી છે. તે બંનેને રાધા કૃષ્ણના પ્રેમનું ઉદાહરણ આપે છે. અનુપમાનો અનુજ પ્રત્યેનો પ્રેમ પણ તેના દિલમાં વધતો જોવા મળે છે. પરંતુ હવે સેટ પરથી જે તસવીરો સામે આવી છે તેમાં અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. કારણ કે આ ફોટામાં શાહ પરિવાર હસી ખુશી પીળા કપડામાં દેખાઈ રહ્યા છે.

 

આ તસવીરો એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે. તસવીરોમાં શાહ પરિવારના સભ્યો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. દરેક વ્યક્તિએ લગ્નની હલ્દી સમારોહની જેમ પીળા વસ્ત્રો પહેર્યા છે. દરેક વ્યક્તિ મસ્તી સાથે પોઝ આપી રહી છે.તો એક ફોટામાં, બા અને બાપુજી ફ્રેમ પકડેલી છે, તે ફ્રેમમાં દરેક જણ દેખાય છે. તેના કોમેન્ટ સેક્શનમાં લોકો કહી રહ્યા છે કે #MaAn લગ્ન કરી રહ્યા છે? એકે પૂછ્યું, ‘શું અનુજ અનુપમાનો હલ્દી સેરેમનીનો ફોટો છે?’, જ્યારે બીજાએ લખ્યું, ‘અનુપમાએ યોગ્ય વ્યક્તિનો સાથ પસંદ કરી લીધો છે.’ તો ઘણા લોકોએ હાર્ટ ઇમોજી બનાવી છે.

તો શોના મુખ્ય પાત્ર રૂપાલી ગાંગુલીએ પણ તેની માતા એટલે કે અલ્પના બુચ અને ઓનસ્ક્રીન નણંદ ડોલી સાથે એક સુંદર તસવીર શેર કરી છે. આ ત્રણેયનો આ પોઝ કહી રહ્યો છે કે શોમાં ગમે તે સંજોગોમાં આ ત્રણેય વાસ્તવિક જીવનમાં ખૂબ જ નજીક છે.

તમને જણાવી દઈએ કે આ તસવીરો અનુજ અને અનુપમાની હલ્દી સેરેમનીની છે કે નહીં, તે ચોક્કસ કહી શકાય તેમ નથી. પરંતુ એક ફેન પેજની માહિતી અનુસાર, આ તસવીરો બા અને બાપુજીના લગ્નની 50મી વર્ષગાંઠની ઉજવણીની છે. ટૂંક સમયમાં આ ક્ષણ ટીવી સિરિયલમાં જોવા મળવાની છે.

Exit mobile version