અનુપમા અને અનુજ બા બાપુજી ના લગ્નમાં સામેલ થશે, કાવ્યા રંગમાં ભંગ નાખશે

સ્ટાર પ્લસની સુપરહિટ ટીવી સીરિયલ ‘અનુપમા’માં બહુ જલ્દી જ અનુપમાના ઘરે ખુશીઓના ટકોરા પડવાના છે. લાંબા સમય બાદ શાહ પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળશે.

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્ના સ્ટારર સીરીયલ ‘અનુપમા’માં તમે અત્યાર સુધી જોયું હશે કે અનુપમા અનુજ સાથે પાન મિલ્કશેક પીવા જાય છે. દરમિયાન અનુપમાને પાખીનો ફોન આવ્યો. જે પછી અનુપમા પાખીની સ્કૂલે જાય છે. દેવિકા અનુપમાને સમજાવે છે કે તે તેના પ્રેમને અવગણવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન, સિરિયલ ‘અનુપમા’ની વાર્તામાં નવો હંગામો થવાનો છે.

અનુપમા સિરિયલના તમેં જોયું કે અનુપમા અને શાહ પરિવારના સભ્યો બા અને બાપુજીના લગ્નની 50મી વર્ષગાંઠની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. અનુપમા બા અને બાપુજીને તેમનો 50 વર્ષ જૂનો વેડિંગ ડ્રેસ પહેરવા માટે આપશે. અનુપમા તેના બાળકો સાથે લગ્નની તૈયારીઓ કરશે. અનુપમાને ઘરનું કામ કરતી જોઈ કાવ્યા ગુસ્સે થઈ જશે. કાવ્યા વનરાજને બા અને બાપુજીના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરતા અટકાવશે.

કાવ્યાના તેવર જોઈને વનરાજ ગુસ્સે થઈ જશે. વનરાજ કાવ્યાને ધમકી આપશે કે તે આખા પરિવાર સાથે શાહ હાઉસ છોડી દેશે. ભલે ગમે તે થાય, બા અને બાપુજીના લગ્ન થઈને જ રહેશે. વનરાજનો ગુસ્સો જોઈ કાવ્યાની બોલતી બંધ થઈ ગઈ.

બા અને બાપુજીના લગ્નની વર્ષગાંઠ પહેલા અનુપમા અનુજના ઘરે આમંત્રણ મોકલશે. અનુપમાના કહેવા પર અનુજ બા અને બાપુજીના લગ્નમાં પહોંચશે. અનુજને પોતાની આંખો સામે જોઈને અનુપમા ખૂબ જ ખુશ થશે. અનુપના અને અનુજ બા અને બાપુજીના લગ્નની વિધિમાં ભાગ લેશે.

અનુપમાના આગામી એપિસોડમાં પરિતોષ અને કિંજલના સંબંધોમાં તિરાડ જોવા મળશે. કિંજલ નક્કી કરશે કે તે પરિતોષ અને તેમના લગ્ન તોડી નાખશે. બીજી તરફ કાવ્યા પરિતોષને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે. પરિતોષ કાવ્યાની જાળમાં ફસાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *