અનુપમાના ચોટલા સાથે મસ્તી કરતા દેખાયા અનુજ, બન્નેની મિત્રતાને ખુદ બાએ આપી લીલી ઝંડી

ટીવી શો ‘અનુપમા’માં આ દિવસોમાં હસી ખુશીનો માહોલ છે. બા અને બાપુજીના લગ્નની વર્ષગાંઠ પર પરિવારે તેમના ફરી એકવાર લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ ખાસ અવસર પર ફરી એકવાર આખો પરિવાર એક થઈ ગયો છે અને નોંધનીય બાબત એ છે કે આ દરમિયાન બાએ જાતે જ અનુજ અને કાકાને આ ઉજવણીમાં આમંત્રણ આપ્યું છે.

બાએ અનુજ કાપડિયા અને જીકેની બધાની સામે માફી માંગી અને ત્યારબાદ આ લોકોએ પણ આખા પરિવારની ખુશીમાં ભાગ લીધો. શોમાં પણ આગળ પણ વસ્તુઓ પોઝિટિવ રહી શકે છે કારણ કે આગામી એપિસોડમાં વનરાજ કાવ્યાથી છૂટાછેડા લેવા માટે છૂટાછેડાના કાગળો મંગાવશે. દરમિયાન, અનુજ અને અનુપમાના જીવનમાં ખુશીની કેટલીક વધુ ક્ષણો આવશે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

અભિનેત્રી રૂપાલી ગાંગુલી, જે અનુપમાનું પાત્ર ભજવે છે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શોના શૂટિંગ દરમિયાન કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અનુપમા, અનુજ અને દેવિકા સાથે જોવા મળે છે. આ તસવીરોમાં ત્રણેય ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

ફોટો પોઝ માટે અનુજ અનુપમાની ચોટલી પકડી રાખી છે અને દેવિકા આ ​​તસવીરોમાં અનુપમાને ગળે લગાવતી જોવા મળે છે. ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર રહેલા ટીવી શો ‘અનુપમા’ની સ્ટોરીમાં સતત જટિલ ટ્વિસ્ટ આવતા રહે છે, જેના કારણે ફેન્સનો એનામાં રસ જળવાઈ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *