મોજીલું ગુજરાત

અનુપમા સિરયલ માં બા ને ગભરાટ નો અટેક આવશે, અનુપમા કાવ્યને મુહતોડ જવાબ આપશે

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના સ્ટારર ટીવી શો ‘અનુપમા’ એ અઠવાડિયાના અત્યાર સુધીના સૌથી મોટા ટ્વિસ્ટ સામે આવી ચુક્યા છે. વીતેલા એપિસોડમાં થયેલા ધમાકા પછી આજનો એપિસોડ શાંતિપૂર્ણ રહેવાનો છે. પરંતુ આજે આગામી એપિસોડમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જેની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે આજે કાવ્યાની આખા ઘરની સામે ઇન્સલ્ટ થવાની છે.

વીતેલા એપિસોડમાં, આપણે જોયું કે આખો પરિવાર શાહ હાઉસની અંદર પરાણે આવે છે. બીજી તરફ, કાવ્યા વનરાજના ગુસ્સાને શાંત કરવાનો પ્રયાસ કરે છે. કાવ્યા વનરાજ ની માફી માંગે છે. બીજી બાજુ, બાપુજી અનુપમાને અહેસાસ કરાવે છે કે અનુજ તેના માટે પરફેક્ટ પાર્ટનર છે.

આપણે જોઈશું કે અનુજ અને અનુપમા પણ એકબીજાની નજીક આવી રહ્યા છે. અનુજ અનુપમાને પૂરો સાથ આપે છે. પણ તેને પોતાની પણ કાળજી લેવાનું કહે છે. સાથે સાથે અનુપમા પણ અનુજને સતત જોતી રહે છે, તે બાપુજીના શબ્દોને વારંવાર યાદ કરીને અનુજને જ જોઈ રહી છે. આ પછી અનુજ તેનું ઘર છોડીને જતો રહે છે.

આગળ આપણે જોયુ કે બા બાપુજીને પગમાં બેસીને તેમની માફી માંગે છે. પણ બાપુજી તેને માફ નથી કરતા. આ હકીકતનો આઘાત બા ને લાગે છે, જેને લીધે  બાને પેનિક એટેક આવે છે, અને તે બેહોશ થઈ જાય છે. જે બાદ જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે સમગ્ર શાહ પરિવાર તેની પડખે ઉભો હોય છે. સમાચાર મળતાં જ અનુપમા પણ ત્યાં પહોંચી જાય છે.

આપણે જોયું કે બા અનુપમા અને આખા પરિવારની માફી માંગે છે. તેણીએ જે કર્યું તેના માટે તેણીને શરમ આવે છે. આ પછી તે કહેશે કે તેણે તેના પરિવાર સાથે વાત કરવી છે તેથી કાવ્યાએ રૂમ છોડી દેવો જોઈએ. આ સાંભળીને કાવ્યાનું લોહી ઉકળી જશે. તેણી ફરીથી બડબડવાનું શરૂ કરે છે. પણ વનરાજ તેને બહાર જવાનું કહે છે.

તો હવે આપણે જોઈશું કે અનુપમા એક સીનમાં શાહ હાઉસના ભગવાનની સામે દીવો પ્રગટાવી રહી છે. કાવ્યા પાછળથી આવશે અને તેને ટોણો મારશે કે અનુપમાને તેના ઘરમાં દીવો કરવાનો કોઈ અધિકાર નથી. આ પછી અનુપમા કહેશે કે તેણે પોતાના પરિવારમાં પણ આગ લગાવી ચુકી છે. આ પછી કાવ્યા કહેશે કે તે દરવાજા પર લખશે કે ડોગ્સ એન્ડ અનુપમા નોટ અલાઉડ. આ પછી અનુપમા કહેશે કે કૂતરા સારા છે, મને વધારે ખરાબ ત્યારે લાગતું જ્યારે કાવ્યા તેની પોતાના નામ સાથે સરખામણી કરે છે . આ સાંભળીને કાવ્યાનો ચહેરો જોવા લાયક બની જાય છે.

 

Exit mobile version