અઠવાડિયામાં બીજી વખત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નું સર્વર થયું ડાઉન, ગ્રાહકોને પડી ભારે મુશ્કેલી 

છેલ્લા એક સપ્તાહમાં જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નું સરવર બીજી વખત ડાઉન થયું. શુક્રવારે રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના સર્વર ડાઉન થયા હતા જેને લીધે ઉપયોગ કર્તા ને ભારે મુશ્કેલી પડી હતી. જોકે થોડા સમય બાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ફરીથી ચાલુ થઈ ગયા હતા.

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ટેકનિકલ ખામીને કારણે સર્વર ડાઉન થયાના સમાચાર આપ્યા હતા. તેમજ તેમણે ગ્રાહકોને પરેશાની થવા બદલ સોરી પણ કહ્યું હતું. ફેસબુક એ કરેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે, અમારા યુઝર્સ એપ અને વેબસાઈટ નો ઉપયોગ કરી શક્યા ન હતા જેને લીધે તેને ઘણી મુશ્કેલી પડી હતી, તે બદલ અમે માફી માંગીએ છીએ.

સર્વર ડાઉન થવાનું કારણ કંપનીએ જણાવ્યું કે કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મ માં ટેકનીકલ ખામીને લીધે બંને પ્લેટફોર્મ માં સર્વર ડાઉન થયા હતા. જોકે છેલ્લા પાંચ દિવસની અંદર આવું બીજી વખત થયું છે. અગાઉ ૪ ઓક્ટોબર એ રાત્રે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ત્રણેયના સર્વ છ કલાક સુધી ડાઉન રહ્યા હતા. આ બાબતે ઇન્સ્ટાગ્રામ એ પણ જણાવ્યું કે ગ્રાહકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડયો તે બદલ અમે દિલગીર છીએ.

જોકે હાલમાં થયેલા સર્વર ડાઉન થી ભારત બાકાત છે. હાલમાં જ્યારે ફેસબુકનું સર્વર ડાઉન થયું હતું તેની થોડી અસર પણ ભારતમાં જોવા મળી ન હતી. અમેરિકા, બ્રિટન, પોલેન્ડ અને જર્મની જેવા દેશોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નું સર્વર ડાઉન થયું હતું.

ફેસબુક અને તેની પ્રોડક્ટ માટે ભારત સૌથી મોટું પ્લેટફોર્મ છે. ભારતના કરોડો લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા એપ્સ યુઝ કરે છે. આ વર્ષે થયેલા એક અનુમાન મુજબ ભારતમાં ૪૧ કરોડ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. આ વખતે થયેલા સર્વર ડાઉનની અસર ભારત પર જોવા મળી ન હતી પરંતુ અગાઉ થયેલા સર્વર ડાઉનની અસર ભારતમાં છ કલાક સુધી જોવા મળી હતી.

સર્વર ડાઉન થવાને લીધે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ના યુઝરને ભારે તકલીફ પડી હતી. તેથી આ એપ દ્વારા ગ્રાહકોને પડેલી મુશ્કેલી માટે માફી માંગવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *