ભજીયા ખાવા ગમે છે પણ વધુ તેલવાળું ખાતા અચકાવ છો, તો આજે આ રીતે બનાવો તેલ વગરના ભજીયા, વિશ્વાસ ન આવે તો જોઈલો આ રીત…

તેલ વગરના ભજીયા છે તંદુરસ્ત અને સ્વાદીસ્ટ આપણે ગુજરાતીઓ ખાવાના શોખીન હોઇએ છીએ. આપણે અવનવી વાનગીઓ અવારનવાર બનાવતા રહીએ છીએ. તેમા પણ દરેક ગુજરાતીને ભજીયા તો ખુબ જ પસંદ હોય છે. દરેકની ઘરે અઠવાડીયામા બે વખત ભજીયા બને જ છે. બધા તેલમા તળીને બનાવે છે. તેમા વધારે તેલ હોવાના કારણે શરીરની ચરબી વધે છે અને તેના કારણે વજન પણ વધે છે. વજન વધવાના કારણે શરીરમા અનેક પ્રકારના રોગો જન્મે છે. આજે અમે તમને તેલ વગરના ભજીયા બનાવાની રીત લાવ્યા છીએ. તેમા તેલની જરાય જરૂર નથી પડતી.

સામગ્રી :

1 વાટકી ચણાનો લોટ, બાફેલ બટાકુ, કાંદો જીણી સમારેલ, અડધી વાટકી લીલા ધાણા, મરચુ સમારેલ, હળદર, ધાણાજીરુ પાવડર, નિમક, ગરમ મસાલો, હિંગ અને મરચા પાવડર આ બધી વસ્તુ સ્વાદ અનુસાર લેવી જોઇએ.

બનાવાની રીત :

સૌ પહેલા એક બાઉલમા ચણામો લોટ લેવો. તેમા બટેકુ, કાંદો અને મરચાને જીણુ સમારીને નાખવુ. પછી આ બધી વસ્તુને ભેળવી લેવી જોઇએ. ત્યારબાદ તેમા ચટણી, હળદર, ધાણાજીરુ, નિમક, હિંગ અને ગરમ મસાલો નાખી દેવો. આ બધુ સ્વાદ મુજબ નાખવુ. ત્યારબાદ આ બધી વસ્તુને સારી રીતે ભેળવી લેવી જોઇએ. આ બધા મસાલા નાખવાથી ભજીયા ખુબ જ સ્વાદીસ્ટ બની જાય છે. પછી તેમા પાણી નાખવુ.

જ્યારે આપણે તેને તેલ મા બનાવતા હોય ત્યારે તેમા પાણી વધારે નાખીને લોટને પાતળો બાંધવો પડે છે. પણ તેલ વગરના બનાવા માટે લોટ જાડો રાખવાનો છે. તેમા પાણીને બહુ ઓછું વપરાય છે. તેનાથી લોટ ઘાટો રહે. પછી તેને તળવા માટે તેલનો વપરાશ કરવાનો નથી. એક હલવાઇમા બે થી ત્રણ ગ્લાસ પાણી ભરવુ. પાણી ગરમ કરવા માટે 5 મિનિટ રાખવુ. પાણી ઉકળી જાય પછી તેમા તેને પાડવા જોઇએ.

પછી ગેસને ધીમો રાખીને તેને પકવવા. તેને 10 મિનિટ જેટલા સમય માટે પકાવવા. વચ્ચે વચ્ચે તેને જારાની મદદથી હલાવતા રહેવુ જોઇએ. ધીમે ધીમે તેનો રંગ બદલી જાશે. જ્યારે તે પીળા રંગ જેવા થઇ જાય એટલે તે પાકી જાય છે અને પછી તેને પાણી માથી કાઢી લેવા. તેને એક બાજુ 5 મિનિટ સુધી ઠંડા થવા માટે મુકવા પછી તમે તેને ચટણી સાથે ખાય શકો છો.

ઉપર જણાવેલ રીત મુજબ તેલ વગર ભજીયા બનાવી શકાય છે. ઘણા લોકોને ગરમ ભજીયા ભાવતા હોય છે ત્યારે તે ઠંડા થાય પછી તેને તમે ઓવન અથવા માઇક્રોવેવમા ગરમ કરીને ખાવા જોઇએ. આમ કરવાથી તે વધારે સ્વાદીસ્ટ અને કદક બની જાય છે. આ રીતે બનાવીને ભજીયા ખાવાથી શરીરની ચરબી વધતી નથી. તેના કારણે વજન પન નિયંત્રણમા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *