પ્રભાસ સાથે પરણવા માંગે છે બોલીવુડની આ સુંદર અભિનેત્રી, જાહેરમા જણાવી પોતાની ઈચ્છા, નામ જાણીને તમને પણ નહી આવે વિશ્વાસ…

સાઉથના ઘણા અભિનેતાએ હિન્દી સિનેમામાં પણ તેની ખાસ ઓળખ બનાવી છે તેમજ દુનિયાભરમાં પણ તે ઘણા લોકપ્રિય બન્યા છે. તેમાંથી બાહુબલી ફિલ્મના મુખ્ય કલાકાર પ્રભાસ નું નામ મોખરે છે. બાહુબલી પહેલા પણ પ્રકાશ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. પરંતુ બાહુબલી એ તેમની ઓળખાણ દુનિયાભરમાં ખૂબ જ વધારી છે અને ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ ફિલ્મને સૌથી મોટી સફળતા મળી છે. બાહુબલીમાં પ્રભાસની એકટિંગ ની ખૂબ જ સરાહના થઈ હતી ત્યારબાદ બાહુબલી ટુ માં પણ તેને તેનો રોલ ખૂબ જ સારી રીતે ભજવ્યો હતો.

આ ફિલ્મ પછી હિન્દી સિનેમામાં પ્રભાસ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો અને તેની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ હતી. હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે હિન્દી સિનેમાની ઉભરતી અભિનેત્રી કૃતિ સેનન પ્રભાસ પર તેનું દિલ હારી ચૂકી છે. પ્રભાસ માટે કૃતિ સેનન ના ઈરાદા સ્પષ્ટ છે. તેણે ઘણી જગ્યાએ તેના દિલની વાત જણાવતા કહ્યું કે તેને પ્રભાત સાથે લગ્ન કરવા છે. હાલમાં થયેલા એક ઇન્ટરવ્યૂમાં પણ તેને પ્રભાસ બાબતે તેના દિલની વાત સ્પષ્ટ રીતે કહી હતી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કૃતિને પૂછવામાં આવ્યું હતું કે પ્રભાસ, ટાઇગર શ્રોફ અને કાર્તિક આર્યન માંથી તે કોની સાથે ડેટિંગ કરવા ઈચ્છે છે તેમ જ લગ્ન કરવાની ઇચ્છા ધરાવે છે. તેના જવાબમાં કૃતિએ ખૂબ જલ્દી તેની પસંદગી જણાવી હતી. તેના આ જવાબ પર હાલમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ પ્રશ્નનો જવાબ આપતા કૃતિએ કહ્યું હતું કે, “હું કાર્તિક સાથે ફ્લર્ટ કરીશ, ટાઇગર સાથે ડેટ કરીશ અને પ્રભાસ સાથે લગ્ન કરવા ઈચ્છું છું.” આ ઉપરાંત તેણે પ્રભાસ વિશે જણાવ્યું હતું કે,” મારી પ્રભાસ સાથે ખૂબ જ સારી બને છે અને મને પહેલા લાગ્યું હતું કે પ્રભાસ શરમાળ હશે પરંતુ તે ખૂબ જ ખુલ્લા દિલના માણસ છે.” કૃતિએ તો તેના દિલની વાત જણાવી દીધી હવે રાહ છે પ્રભાસ ના જવાબની.

ખૂબ જલ્દી કૃતિ અને પ્રભાસ ની જોડી તમને ફિલ્મમાં જોવા મળશે. “આદિપુરુષ” ફિલ્મમાં તેઓ સાથે કામ કરે છે. આ ફિલ્મ પર હાલમાં કામ ચાલી રહ્યું છે તે ભગવાન રામના જીવન પર આધારિત છે. જેમાં પ્રભાસ શ્રીરામને ભૂમિકામાં હશે તો કૃતિ માતા સીતાની ભૂમિકા માં જોવા મળશે. સેફ અલી ખાન આ પિક્ચર માં રાવણ નો રોલ કરે છે. તેમજ લક્ષ્મણ ની ભૂમિકા માં સની સિંહ જોવા મળશે. આ મુવી ૨૦૨૨ માં રિલીઝ થઈ શકે છે. તેનું નિર્દેશન કાર્ય ઓમ રાઉત દ્વારા કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *