ચીકુના બીજને ના ગણો નકામા, વાંચો આ લેખ અને જાણો તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદા…

ચીકુ કોઈપણ સિઝનમાં તમને બજારમાં જોવા મળશે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી લોકોને આ ફળ ભાવે છે. પરંતુ તમે ક્યારે ચીકુના ફાયદા વિશે વિચાર્યું છે? ચીકૂમાં ૭૧% પાણી, ૧.૫% ફેટ અને ૨૫% જેટલું કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે. તેમજ વિટામીન એ અને વિટામિન સી નું પ્રમાણ પણ વધારે હોય છે અને તેમાં ૧૪% શર્કરા પણ હોય છે તેમજ ફોસ્ફરસ અને લોહતત્વ થી ભરપૂર હોય છે.

ફાયદા :

ચીકૂમાં ટેનીન તત્વ વધારે પ્રમાણમાં હોય છે જેને લીધે તે ખૂબ જ સારું એન્ટિ ઇન્ફ્લેમેટરી એજન્ટ હોય છે. તે કબજિયાત, ઝાડા અને એનિમિયા જેવી સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને આંતરડા ને મજબૂત બનાવે છે.ચીકુમાં વિટામિન એ, વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ તત્વ, ફાઈબર અને અન્ય પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે કેન્સર જેવા ગંભીર રોગ સામે પણ રક્ષણ આપે છે. વિટામિન એ ફેંફસા અને મોઢાના કેન્સર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આ ઉપરાંત ચીકુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવા મુખ્ય તત્વ જોવા મળે છે જે હાડકાંને મજબૂત બનાવવા માટે ઉપયોગી સાબિત થાય છે. ઘણા લોકોને હાડકા વધવાની સમસ્યા થતી હોય છે તેના માટે ચીકુ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.૧૦૦ ગ્રામ જેટલા ચીકૂમાં ૫.૬ % જેટલું ફાઇબર હોય છે, તેથી તે કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

સ્તનપાન કરાવતી અને ગર્ભવતી મહિલાઓ માટે ચીકુ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ અને અન્ય જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે ગર્ભાવસ્થા દરમિયાન આવતી કમજોરી અને ચક્કર ને દૂર કરે છે. ચીકુ ઉપરાંત તેના બીજ પણ ખૂબ જ ફાયદાકારક છે. ચીકુના બીજને પીસીને તેનું સેવન કરવાથી પથરી ઓગળીને પેશાબ મારફતે બહાર નીકળી જાય છે. તે કિડનીના રોગો સામે પણ રક્ષણ આપે છે. ચીકૂમાં ગેસ્ટ્રીક એન્જાન હોય છે જે પાચનતંત્ર ને મજબૂત બનાવીને વજન ઓછું કરવામાં ઉપયોગી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *