કુલર કે એ.સી. વગર પણ આ દસ રીતો થી રાખી શકાય છે ઘર ને ઠંડું, જાણો તમે પણ…

ગરમી પડે એટલે બધાના ઘરમાં એર કંડિશનર જેવા ઘણા સાધનો જોવા મળે છે. તે આપના આખા ઘરને ઠંડુ રાખવામા ખૂબ મદદ કરે છે. પરંતુ આવા સાધનોનો વધારે વપરાશને લીધે આપણને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યા થઈ શકે છે. તમે એર કંડિશનરમાં રહીને પછી તડકામાં જાવ ત્યારે તમે બીમાર પડી શકો છો. આનો વધારે ઉપયોગ કરવાથી આપના શરીરમાં આળસ ઉત્પન્ન થઈ શકે છે. તેની સાથે હાડકાં નબળા થતાં જાય છે. તેથી તમે કુદરતી વસ્તુઓની મદદ ઘરને ઠંડુ રાખવા માંગો છો તો આવી રીતો પણ અપનાવી શકો છો.

છત ઠંડી રાખવા માટે :

દિવસમાં સોલાર રેડિયેશન છત દ્વારા શોષાય છે. આ છતને વધારે ગરમ રાખે છે. તેથી તમારે તેના પર સફેદ કલર અથવા પીઓપી કરાવવું જોઈએ આની અસર ૭૦ થી ૮૦ ટકા ઘટાડી શકાય છે. સફેદ કલર એક પરાવર્તક રૂપે કામ કરે છે.

પડદાથી ઠંડુ કરો :

તમારા રૂમમાં સૂર્યનો પ્રકાશ આવે તો તેને ગરમ કરી દે છે. તેથી તમારે પડદાઑ ઉપયોગ કરતાં રહેવું જોઈએ. પડદા ગરમી શોષી લે છે અને તે ઘરને ઠંડુ રાખે છે. ઘાટા કલરના પડદા સૂર્યપ્રકાશને આપના ઘર તરફ દોરે છે. તેથી હળવા અને સફેદ કલર જેવા રંગો સૂર્ય પકાશથી આપનું રક્ષણ કરે છે. તેથી આવા પડદા લગાવો.

કાર્પેટ ન મૂકવો :

ઘરમાં કાર્પેટ પાથરી રાખવાથી તે ઘરે ગરમ કરે છે. તેથી ઘરમાં ઠંડક રાખવા માટે આને ન રાખવું જોઈએ. આનાથી ખાલી જમીન જ ઠંડી રહે છે અને ઉનાળામાં ઠંડા ફ્લોર પર ઉઘાડપણું ચાલવું સારું રહે છે.

બારી માથી ઠંડક મળે છે :

બારીના લીધે પણ તમારું ઘર કુદરતી રીતે ઠંડુ કરી શકે છે. તેથી દિવસના બધી બારીઓ બંધ રાખવી અને તે પછી રાતે બારીને ખોલી નાખવી જોઈએ.

હળવા કલરનો બેડકવર :

ઉનાળામાં ઘાટા કલર વધુ ગરમી આપે છે તેથી ઘરમાં ઠંડક રાખવા માટે રૂમમાં બેડકવરનો કલર ઘાટો ન રાખવો. તેના માટે તમે આછા ગુલાબી, સફેદ અને આછા પીળા કલરના કવરનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાયના કલરનો વધારે ઉપયોગ આ ઋતુમાં ન કરવો જોઈએ.

પાણીથી ઠંડક :

આપણે ઘરને ઠંડુ રાખવા માટે છતને ઠંડી રાખવી જરૂરી છે. તેથી તમે સવારે ઘરની છત પર પાણી છાંટવું જોઈએ. તેનાથી ઘરની દીવાલ પણ ઠંડી રહે છે. ત્યારે ખસખસના ટુકડાને પાણીમાં પલાળીને તેને ઘરની બાર લટકાવથી ઘરમાં ઠંડક બની રહે છે. આ સિવાય રૂમમાં ડોલ અથવા ટબ પાણીથી ભરીને રાખવાથી પણ ઠંડુ રહે છે પંખાની હવા અને પાણી બંને મળીને ઠંડક આપે છે.

ઉપકરણોનો ઉપયોગ ઓછો કરવો :

ઇલેક્ટ્રીક ઉપકરણોનો વપરાશ દિવસમાં ઓછા પ્રમાણમાં કરવા જોઈએ. આનાથી ઘર વધારે ઠંડુ રહે છે. તેનાથી ગરમી ઉત્પન્ન થાય છે અને તેથી જ્યારે જરૂર ન હોય ત્યારે ટીવી, લેપટોપ, વોશિંગ મશીન અને ઓવન જેવા સાધનો ન ઉપયોગ કરવા જોઈએ.

લાઇટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ :

ઘરનું તાપમાન વધારવા માટે ઓછું કરવામાં પ્રકાશ ખૂબ મહત્વ ધરાવે છે આવી સ્થિતિમાં ઘણી બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેથી વધારે ચમકદાર બલ્બ ન રાખવો જોઈએ. તમે જ્યાં બેસો છો ત્યાં તમારા માથા પર બલ્બ ન રાખવો જોઈએ. તેનાથી ગરમી વધારે થાય છે.

છોડ માથી ઠંડક મળે છે :

ઘરના મુખ્ય દ્વારની આજુબાજુ છોડ મૂકી શકો છો તેનાથી ગરમી ઓછી થશે. આનાથી ઘરનું તાપમાન કુદરતી રીતે ૬ થી ૭ ડિગ્રી ઓછું થઈ જશે. તમે ઘરની અંદર પણ આને વાવી શકો છો. તેનાથી ઘર ઠંડુ રહે છે અને તેની સાથે ઑક્સીજન આખા ઘરને ઠંડુ રાખવામા મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *