વગર ઇન્જેક્શન કે દવા મટી જશે ડાયાબીટીસ, વાંચો આ લેખ અને જાણો આ અદ્ભુત આયુર્વેદિક ઔષધી વિશે…

આંકડાનું વૃક્ષ સૂકી અને રેતાળ જમીન પર આપમેળે ઉગી આવે છે. આંકડાની શાખામાંથી દૂધ નીકળે છે જે વિષ તરીકે કાર્ય કરે છે. આકડાના પાન રૂવાટી વાળા હોય છે તે સુકાઈ જતા પીળા રંગના થઈ જાય છે. આ ઉપરાંત તેના ફૂલ સફેદને જાંબલી કલર ના હોય છે. આકડાના ફળમાં નરમ, સુવાળું, રેશમી રૂ હોય છે.

આકડાના મૂળ ના કટકા કરીને તેને છાંયે સૂકવીને પીસીને પાવડર બનાવી લેવો, તેમાં ગોળ મિક્સ કરીને ખાવાથી શીત જવર દૂર થાય છે. એક ગ્લાસ પાણીમાં આંકડાના મૂળ નાખીને તેને ઉકળવા માટે મૂકો પાણી અડધું રહે ત્યારબાદ તેને ગાળીને પાણી માં બે શેર ઘઉં નાખી દેવા. જ્યારે ઘઉં બધું પાણી શોષી લે ત્યારે આ ઘઉંને કાઢીને સૂકવી લેવા ત્યારબાદ ઘઉંનો લોટ દળી ને તેની રોટલી બનાવીને ગોળ ઘી સાથે ખાવી. જેનાથી ગઠીયા ની સમસ્યા દૂર થઈ જશે. માત્ર ૨૧ દિવસમાં જ ગઠીયા ની સમસ્યા દૂર થઈ જશે.

આકડાના મૂળના ચૂર્ણ માં મરી પીસીને એક થી બે ગ્રામ જેટલી ગોળીઓ બનાવી લેવી આ ગોળીઓ ઉધરસની સમસ્યા દૂર કરે છે, આ ઉપરાંત આદુના અર્ક અને પીસેલા મરી સાથે આંકડાના મૂળ નું ચૂર્ણ મિક્સ કરી ને ગોળીઓ બનાવીને તેનુ સેવન કરવાથી હૈજા નો રોગ દૂર થાય છે.

આંકડાનું પાનને ઊંધું કરીને પગના તળિયે રાખીને મોજુ પહેરી લેવું તેને આખો દિવસ રહેવા દેવું રાત્રે સૂતી વખતે કાઢી નાખવું. અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી સુગર લેવલ ઘટી જશે તેમજ પેટ ની ચરબી પણ ઓછી થશે. આંકડા ના કુણા પાન ને મીઠા તેલમાં બાળીને અંડકોષના સોજા પર લગાવવાથી સોજો દૂર થાય છે અને તેને કડવા તેલમાં પલાળીને બાળીને ઘા પર લગાવવાથી ઘા રૂઝાઈ જાય છે.

આકડાના કૂણા પાનનો ધુમાડો કરવાથી બવાસીર શાંત થાય છે તેમજ આંકડાનું પાનને ગરમ કરીને બાંધવાથી ઘા અને દરેક પ્રકારના સોજા દૂર થાય છે. આંકડાની ડાળીને સૂકવીને તેનું ચૂર્ણ બનાવીને તેમાં કાળું મરચું મિક્સ કરીને તેની ગોળી બનાવીને ખાવાથી ઉધરસ માં રાહત મળશે.

આંકડાની ડાળીઓની રાખમાં કડવું તેલ મિક્સ કરીને લગાવવાથી શરીરના કોઈપણ ભાગમાં આવતી ખંજવાળ સરળતાથી દૂર થઈ જશે. આંકડા ની સૂકી ડાળખીને લઈને એક બાજુથી સળગાવી તેનો ધુમાડો નાક દ્વારા ખેંચવાથી માથાનો દુખાવો દૂર થઇ જશે. આંકડા ના પાન ને પાણીમાં ઉકાળીને તે પાણીનો નાસ લેવાથી બવાસીર મટે છે.

ગરમીને લીધે થતા રોગો દૂર કરવા માટે આંકડા ની ડાળી ના ચૂર્ણ ને ગરમ પાણી સાથે પીવું જોઈએ. આંકડાનું પાન ને પાણીમાં ઘસીને લગાવવાથી નખ ને લગતા રોગો દૂર થાય છે તેમજ આંકડા ના દૂધ ને પગના અંગૂઠા પર લગાડવાથી દુખતી આંખો મટે છે. તો એકવાર આ ઔષધિનો ઉપયોગ કરો અને નજરે જુઓ પ્રભાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *