દેશની જાણીતી સંસ્થાએ કોરોનાની ત્રીજી લહેર માટે આપ્યું એલર્ટ, સરકારને આ મોટું કામ કરવા આપ્યો આદેશ

ભારતમાં કોરોના ની ત્રીજી લહેર આવવાના એંધાણ મળી રહ્યા છે ત્યારે ઇન્ડિયન સોસાયટી ફોર ક્રિટિકલ કેર મેડિસિન દ્વારા કેન્દ્રીય સરકારને કોરોના ની ત્રીજી લહેરને લઈને જરૂરી માહિતી આપવામાં આવી. તેમાં તેણે જણાવ્યું કે ત્રીજી લહેર માટે પ્રશિક્ષિત કર્મચારીઓ સાથે પૂરી તૈયારી રાખવી. આ ઉપરાંત તેને સલાહ આપી કે પ્રશિક્ષિત કર્મચારીઓ સાથે ક્રિટીકલ કેર યુનિટની સ્થાપના કરે.

બે દિવસ નું સંમેલન :

ઇન્ડિયન સોસાયટી ફોર ક્રિટિકલ કેર મેડિસિન ના ૨૮ માં સ્થાપના દિવસે ભારતીય તબીબો આગળ રહે તેના માટે બે દિવસ શોધ સંમેલન યોજ્યું હતું. જેમાં તેણે ક્રિટિકલ કેર યુનિટ પર વધારે વજન આપ્યો હતો જેથી દર્દી ગંભીરમાં ગંભીર પરિસ્થિતિમાં પણ બચી શકે છે.

૪૫૦ લોકોએ સંમેલનમાં ભાગ લીધો :

આ સંમેલનમાં ૪૫૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો જેમાં ઇન્ડિયન સોસાયટી ફોર ક્રિટિકલ કેર મેડિસિન ના અધ્યક્ષ દીપક ગોહિલે કહ્યું કે, આ સંમેલન નો મુખ્ય ઉદ્દેશ ક્રિટિકલ કેર મેડિસિન ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. જેમાં અમારું પહેલું કામ ક્રિટિકલ કેર મેડિસિનના પ્રચાર માટે ડોક્ટરો ના નવા વિચારો માટે યોગ્ય મંચ આપવું છે.

ભારતમાં ક્રિટિકલ કેર તબીબોની અછત :

આ સંમેલનમાં દિપક ગોહિલે જણાવ્યું કે આપણા દેશમાં ક્રિટિકલ કેર વિશેષજ્ઞો, ડોક્ટરો અને નર્સો ની અછત છે. તેથી તેમણે આ સંમેલન યોજીને આ વાતને વધુ ગંભીરતા આપવા કહ્યું છે. આ ઉપરાંત તેણે જણાવ્યું કે ઇન્ડિયન ક્રિટિકલ કેર આંતરરાષ્ટ્રીય માનકો પર ખરું ઊતરે છે, અમે એ સાબિત કરીને બતાવશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *