ગુજરાત રાજ્યમાં દિવાળી પહેલા થઇ જશે ૧૦૦% રસીકરણ, આરોગ્ય વિભાગે કર્યો એક્શન પ્લાન તૈયાર, હવે રસી લેવા માટે રહેજો તૈયાર

ગુજરાત રાજ્યમાં દિવાળી પહેલા ૧૦૦% રસીકરણ પૂર્ણ કરવા માટે આરોગ્ય વિભાગે એક્શન પ્લાન બનાવ્યો છે. રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે મતદાર યાદીનો ઉપયોગ કરાશે. સ્થળાંતર થયેલા અને મૃત્યુ પામેલા લોકોના ડેટા તૈયાર કરવામાં આવશે. આંગણવાડીની બહેનો અને આશા વર્કરોને વિવિધ જવાબદારી સોંપવામાં આવશે, જે લોકો નું રસીકરણ બાકી હશે તેમને ઘરે જઈને રસી આપવા માટેનું આયોજન કરાયું છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ કોરોના ના નવા કેસ આવ્યા છે, જ્યારે બે દિવસથી રાજ્ય માં કોરોના ને લીધે એક પણ મૃત્યુ થયું નથી. કાલ ના દિવસે ૩.૭૪ લાખ લોકોને કોરોના ની રસી અપાઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ માંથી ૬, સુરત માંથી ૫, નવસારી માંથી ૩, વડોદરા-જૂનાગઢ માંથી ૨ અને રાજકોટ-ખેડા-વલસાડ માંથી કોરોનાના ૧-૧ કેસ સામે આવ્યા છે.

હાલમાં રાજ્યમાં કોરોના કેસ ૮,૨૬,૧૬૨ છે જ્યારે કોરોના ના લીધે મૃત્યુઆંક ૧૦,૦૮૬ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ગયા છે. કોરોના માંથી સાજા થવાનો દર ૯૮.૭૬% છે.

હાલ રાજ્યમાં ૧૮૬ કોરોના એક્ટિવ કેસ છે જેમાંથી ૬ દર્દી વેન્ટિલેટર પર છે, સુરતમાં ૫૭, અમદાવાદમાં ૪૮, વલસાડમાં ૩૬ આ જિલ્લાઓમાં ગુજરાત રાજ્યના સૌથી વધારે કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં ૬.૫૪ કરોડ લોકોએ વેક્સિનેશન કરાવી લીધું છે. તેમાં ૪.૩૫ કરોડ લોકોએ પ્રથમ ડોઝ અને ૨.૧૮ કરોડ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે.

હાલમાં કહેવાય રહ્યું છે કે કોરોના ની ત્રીજી લહેર ટૂંક સમયમાં આવશે. તેથી તેની સામે તૈયાર રહેવા માટે ગુજરાતમાં ૧૦૦% રસીકરણ કરવા માટે નવી યોજના બનાવવામાં આવી છે. આ યોજના પર જલ્દી અમલ મૂકવામાં આવશે અને લોકોને ઘરે ઘરે જઈને કોરોના ની રસી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *