હવે અમેરિકા જવા માંગતા ભારતીય નાગરિકોને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા બનશે ઝડપી, જાણો અમેરિકાના રાષ્ટ્પતિ એ શું કહ્યું

અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા માટે રાહ જોઈ રહેલા ભારતીય નાગરિકો માટે છે એક સારા સમાચાર. વ્હાઈટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રમુખ જો બાઇડન ગ્રીન કાર્ડ ની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ગંભીર છે. આ બાબતે તે થોડા સમયમાં જ મહત્વનો નિર્ણય લેશે.

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી જેન સાકી એ જણાવ્યું કે, ગ્રીન કાર્ડ આપવા માટે આવતા અવરોધો ના નિવારણ માટે બાઇડન થોડા સમયમાં જ પગલાં લેશે. બાઇડન પણ ગ્રીન કાર્ડ આપવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પ્રયત્ન કરે છે. જો ગ્રીન કાર્ડ આપવાની સિસ્ટમ ઝડપી બનશે તો હજારો ભારતીયોને ફાયદો થવાનો છે અમેરિકામાં હજારો ભારતીયો ગ્રીનકાર્ડ ની રાહમાં છે.

હાલની અમેરિકાની સિસ્ટમ મુજબ અન્ય દેશના નાગરિકને એક વર્ષમાં ૭% ગ્રીનકાર્ડ મળે છે. એટલે કે આખા વર્ષમાં જે લોકોને ગ્રીન કાર્ડ મેળવવું હોય તેમાંથી માત્ર ૭% લોકોને જ ગ્રીનકાર્ડ મળે છે જ્યારે અન્ય લોકોને બીજા વર્ષે વારો આવવાની રાહ જોવી પડે છે. તેથી ગ્રીન કાર્ડ આપવા માટેની નવી પ્રક્રિયા માટે અમેરિકન સંસદમાં બિલ રજુ થયું હતું.

જો આ બિલ અમેરિકન સંસદમાં મંજૂર થઈ જશે તો ઘણા ભારતીય નાગરિકોને ગ્રીન કાર્ડ મેળવવું સરળ બની જશે. અમેરિકાની સિટિઝન અને ઇમિગ્રેશન સર્વિસને ઢીલ ના લીધે ૮૩ હજાર ગ્રીન કાર્ડ ફાજલ થઈ જાય એવું પણ અનુમાન છે. આ બાબતે પણ વ્હાઇટ હાઉસમાં પ્રશ્ન થયા હતા તેથી તેના માટે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

ભારતના ઘણા લોકો વર્ષોથી અમેરિકામાં રહે છે અને ગ્રીનકાર્ડ માટે રાહ જોઈ રહ્યા છે. આ બિલ સંસદમાં થી પસાર થતા તેમને ઘણો ફાયદો થશે. જોકે બાઇડન આ બાબતે સીરીયસ છે, તેથી તે ટૂંક સમયમાં જ કોઈ ચોક્કસ નિર્ણય લઇ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *