હોટલના રૂમ માં દંપતીએ કરેલા લગ્નને હાઇકોર્ટે ફગાવ્યા, આ લગ્નને માન્ય ન રાખીને દંપતીને ફટકાર્યો મોટો દંડ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બની એક આશ્ચર્યજનક ઘટના. કોર્ટમાં એક દંપતીએ દાવો કર્યો કે તેને હોટલના રૂમમાં અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા લઈ ને લગ્ન કર્યા છે. પરંતુ આ વાતને સાબિત કરવા માટે તેમના પાસે કોઇ સબૂત નહોતો. આ બાબતે કોર્ટે દંપતીને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે આ લગ્નને માન્યતા આપી નહીં.

પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં એક કેસ નોંધાયો હતો. તે કેસ ૨૦ વર્ષની યુવતી અને ૧૯ વર્ષ ૫ મહિનાના યુવકે કર્યો હતો. તેનું કહેવું હતું કે તેમણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી સંબંધીઓ થી જીવને ખતરો હોવાના ભયથી સુરક્ષા માટે કોર્ટમાં અરજી કરી છે.

આ દંપતીનું કહેવું છે કે તેણે ૨૬ સપ્ટેમ્બરના રોજ ઘરેથી ભાગીને હોટલના રૂમમાં લગ્ન કર્યા છે પરંતુ તેના આ લગ્ન માટે કોઈ પ્રમાણપત્ર નથી. કોર્ટ ને બતાવવા માટે તેમની પાસે કોઈ ઠોસ સબૂત કે તસવીરો પણ ન હતી. આ દંપતીએ કોર્ટને આ માહિતી આપી હતી કે, તેઓ ઘરેથી ભાગીને હોટલના રૂમમાં રોકાયા હતા જ્યાં તેમણે એક વાસણમાં આગ લગાવીને પરંપરાગત રીતે સાત ફેરા લીધા હતા. તેમણે સિંદૂર, મંગળસૂત્ર અને એકબીજાને માળા પહેરાવવાની વિધિ પણ કરી હતી. પરંતુ આ દરમિયાન કોઈપણ પ્રકારનો મંત્રોચ્ચાર થયો ન હતું.

આ બાબતે કોર્ટે જણાવ્યું કે યુવક હજી લગ્નની ઉંમર નો થયો નથી તેથી આ દંપતી કોર્ટ ને ગેરમાર્ગે દોરી જાય છે. તેમને જણાવેલી બધી માહિતી ઉપરથી તથ્યોને છૂપાવવા માટે નો પ્રયાસ અને વાસ્તવમાં અરજીકર્તા વચ્ચે કોઈ માન્ય લગ્ન થયા નથી તેવું ઠરાવ્યું હતું.

તેની પાસે યોગ્ય પુરાવા ન હતા અને તે અદાલતને ગેરમાર્ગે દોરી જવાનો પ્રયત્ન કરતા હતા, હાઇકોર્ટે આ દંપતીને કાનૂની સેવા સમિતિ ને ૨૫,૦૦૦ રૂપિયા ખર્ચ ચૂકવવાનું કહ્યું હતું. જોકે ત્યારબાદ કોર્ટે પોલીસ કમિશનરને આદેશ આપીને દંપતીના જીવનને ખતરો હોવાથી સુરક્ષા પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *