જો બનાવવી છે ઘઉંના લોટમાંથી કીસ્પી ચકરી તો આજે જ વાંચો આ લેખ અને નોંધી લો બનાવવાની રીત…

આજે આપણે ઘઉંના લોટ માંથી ક્રિસ્પી અને પોચી ચકરી બનાવવાની રીત જાણીશું. આ ચકરી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ થાય છે તેથી સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ સારી રહેશે. ચકરી એ બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌને મનપસંદ નાસ્તો હોય છે. પરંતુ ઘણી વખત મહિલાઓથી ચકરી પોચી અને ક્રિસ્પી બનતી નથી તેથી આજે આપણે ઘઉંના લોટમાંથી ક્રિસ્પી ચકરી કઈ રીતે બનાવવી તે જાણીશું તો ચાલો જોઈએ ઘઉંના લોટની ચકરી બનાવવા માટે જરૂરી સામગ્રી અને તેને બનાવવાની રીત.

ચકરી

જરૂરી સામગ્રી :

ઘઉંનો લોટ ૨ કપ, ચોખાનો લોટ ૨ થી ૩ ચમચી, તેલ ૧ ચમચી, હળદર ૧ ચમચી, લાલ મરચું પાવડર ૧ ચમચી, ધાણાજીરું ૧ ચમચી, ગરમ મસાલો ૧ ચમચી, તલ ૧ ચમચી, મીઠું સ્વાદ મુજબ, નાનો ટુકડો આદુ તેમજ ૩-૪ લીલા મરચાની પેસ્ટ અને તેલ(તળવા માટે

બનાવવાની રીત :

ઘઉંના લોટની ચકરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં પાણીને ગરમ થવા મુકો, આ વાસણ ઉપર ચારણી મૂકો અને ત્યારબાદ તેને અન્ય વાસણથી ઢાંકીને પાણીને ઉકળવા દો. પાણી ગરમ થાય ત્યાં સુધી એક કપડામાં ચોખા અને ઘઉં નો લોટ મિક્સ કરીને તેની પોટલી બનાવી લેવી. ત્યારબાદ આ પોટલીને ચારણીની અંદર મૂકી દેવી અને ૧૦ થી ૧૨ મિનીટ સુધી આ લોટને બાફવા દેવો. ત્યારબાદ તે પોટલી ને ઠંડી થવા દેવી અને ત્યારબાદ મિશ્રણને કૂટીને ચાળી લેવું.

ચકરી

આ ચાળેલા લોટ ને અન્ય વાસણમાં લઈને તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, તલ, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ વગેરે વસ્તુઓ નાખીને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં એક ચમચી તેલ ઉમેરો અને થોડી થોડી છાશ નાખતા જઈને રોટલીના લોટ જેવો નરમ લોટ તૈયાર કરો.

ત્યારબાદ ચકરી કરવાના મશીનમાં આ લોટ ભરીને તમારી ઈચ્છા મુજબ ની સાઈઝ ની ચકરી તૈયાર કરો અને સાથે બીજા વાસણમાં ગેસ પર તેલ ગરમ થવા માટે રાખો. તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ જ તેમાં ચકરી નાખવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દેવી.

આ બધી ચકરી તળાઈ જાય ત્યારબાદ તેને ઠંડી થવા દો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી. આ રીતે તૈયાર કરવામાં આવેલ ચકરી એકદમ ક્રિસ્પી અને પોચી બનશે. ચકરી માં આપણે લોટને બાફીને લઈએ છીએ જેને લીધે ચકરી એકદમ પોલી બને છે. જો તમે પણ ઘરે આ રીતે ચકરી બનાવવાની ટ્રાય કરશો તો ખૂબ જ સારી ચકરી બનશે.

ચકરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *