જૂનામા જૂની કબજિયાત, એસિડિટી, શરદી અને ઉધરસની સમસ્યા થઈ જશે જડમૂળથી ગાયબ, આજથી જ શરુ કરી દો આ વસ્તુનું સેવન અને નજરે જુઓ ફરક…

મિત્રો, આપણા દરેકના ઘરમા કોઈ ને કોઈ શુભ પ્રસંગોપાત લાડવા, અડદિયા કે અન્ય અનેકવિધ મિષ્ટાન્નની વાનગીઓમા ગુંદરનો ઉપયોગ કરવામા આવતો હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ ગુંદર આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયક સાબિત થાય છે. તેનો ઉપયોગ ફક્ત ભોજનમા જ નહિ પરંતુ, ઔષધિ તરીકે પણ થાય છે.

તે એકદમ શીતળ અને પૌષ્ટિક હોય છે. આ ઉપરાંત તેમા પુષ્કળ માત્રામા ઔષધીય ગુણતત્વો પણ સમાવિષ્ટ હોય છે. તે ફક્ત ખાવામા જ સ્વાદિષ્ટ નથી હોતો પરંતુ, તે તમને અનેકવિધ બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. તો ચાલો આજે આપણે ગુંદરના સેવનથી સ્વાસ્થ્યને પહોંચતા લાભો વિશે માહિતી મેળવીએ.

જો તમને ગરમીના મૌસમમા તાપની સમસ્યાને કારણે ચક્કર આવે છે અથવા તો ઉલ્ટી થતી હોય અથવા તો આધાશીશીની સમસ્યા પણ થતી હોય તો પછી આ ગુંદરનું સેવન તમારા માટે ખુબ જ લાભદાયક સાબિત થશે. જો તમે અડધો ગ્લાસ દૂધમા ગુંદર ઉમેરો અને ત્યારબાદ તેમા ખાંડ ઉમેરીને તેનુ નિયમિત સવાર-સાંજ સેવન કરો તો તમને ઝાડા અને ઉલ્ટીની સમસ્યામા રાહત મળે છે.

આ ઉપરાંત જે લોકો ખુબ જ લાંબા સમયથી કબજિયાત અને એસીડીટીની સમસ્યાથી પીડાતા હોય તેમણે એક ચમચી ગુંદરનુ નિયમિત સેવન કરવું જોઈએ. નિયમિત એક ચમચી ગુંદરનુ સેવન તમારી કબજિયાતની સમસ્યાને જડમુળથી દૂર કરી દેશે. આ સિવાય જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો આ ગુંદરનુ સેવન તમારા માટે ખુબ જ લાભપ્રદ સાબિત થઇ શકે છે. જો તમે તેને નિયમિત દૂધ સાથે મિક્સ કરીને સેવન કરો તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બનશે અને તમને બીમારીઓ સામે પણ રાહત મળશે.

આ ઉપરાંત ગુંદર એ આપણા શરીરમા રહેલી વધારાની ચરબીને દૂર કરવા માટે પણ સહાયરૂપ સાબિત થાય છે. જો તમે નિયમિત દૂધ સાથે ગુંદરનુ સેવન કરો તો તમને મોટાપાની સમસ્યા સામે રાહત મળી શકે છે. આ ઉપરાંત ગુંદરનું સેવન તમારા શરીરમા રહેલા કેન્સરના સેલ્સને જડમુળથી દૂર કરવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય ગુંદરનુ નિયમિત સેવન તમારી હૃદયરોગ થવાની સંભાવનાને પણ ઘટાડે છે.

ગુંદરમા પુષ્કળ માત્રમા પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટી-ઓક્સીડેંટ સમાવિષ્ટ હોય છે, જે કેન્સરથી લઈને હ્રદય સુધીની બીમારીઓને જડમુળથી દુર કરે છે. આ ઉપરાંત તે ઉધરસ અને શરદી જેવી સામાન્ય સમસ્યાઓ દૂર કરવામા પણ અસરકારક સાબિત થાય છે. આ સિવાય જો સાકર અને ગુંદરને કાચા દૂધમા મિક્સ કરીને તેનુ સેવન કરવામા આવે તો સ્ત્રીઓને માસિક ધર્મની સમસ્યાઓ સામે પણ રાહત મળે છે.

આ ઉપરાંત જો તમે ગુંદરને પીસીને ત્યારબાદ તેના એક થી બે ગ્રામ જેટલા ચૂર્ણને ગાયના દૂધની સાથે નિયમિત સેવન કરો તો તમને હરસની સમસ્યા સામે રાહત મળે છે. જો તમે ગુંદરને પાણીની અંદર પલાળીને શરીરના જે ભાગમા દાજી ગયા હોય તે જગ્યાએ લગાવો તો તમને તુરંત જ રાહત મળે છે. આ ઉપરાંત જો તમે બાવળના ગુંદરને પીસીને તેનો પાવડર તૈયાર કરી ત્યારબાદ તેમા થોડું પાણી ઉમેરી અને તેનો તૈયાર કરેલો લેપ તમારા માથા પર લગાવો તો તમને સરદર્દ અને આધાશીશીની સમસ્યા સામે રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *