જ્યારે સલીમ ખાન લગ્ન કરી હેલનને ઘરે લાવ્યો ત્યારે સલમાન ખાન ગુસ્સે થઈ ગયો, પોતાનો ખુલાસો કર્યો

સુપરસ્ટાર સલમાન ખાનના પિતા અને મશહૂર લેખક સલીમ ખાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે જ્યારે પહેલીવાર હેલનને ઘરે લઈને આવ્યા ત્યારે એમના બાળકો નારાજ થઈ ગયા હતા.

મશહૂર લેખક સલિમ ખાને બોલિવૂડની ઘણી શાનદાર ફિલ્મો આપી છે. પ્રોફેશનલ લાઈફ ઉપરાંત સલીમ ખાન પોતાના અંગત જીવન ને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યા છે. જ્યારે એમણે હેલન સાથે લગ્ન કર્યા એ સમય પહેલા એ પરિણીત હતા અને ચાર બાળકોના પિતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

સલીમ ખાને પરિવારને જણાવ્યા વગર જ હેલન સાથે લગ્ન કર્યા હતા.
જ્યારે સલીમ લગ્ન બાદ હેલનને પ્રથમવાર ઘરે લઈને આવ્યા ત્યારે એમની પહેલી પત્ની સલમાએ ઘરનો દરવાજો ખોલ્યો. સલીમની સાથે હેલનને જોઈને સલમા હેરાન રહી ગઈ હતી.

આ વાતનો ખુલાસો સલીમ એ પોતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો, જ્યારે પોતે પહેલીવાર હેલન સાથે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે બાળકો એમના સંબંધને સ્વીકાર્યો ન હતો. એટલું જ નહીં સલમાન ખાન પણ આ વાતથી ખૂબ નારાજ થયા હતા. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર સલીમ ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, કે એ સમયે એ બાળક હતા. હેલન માટે એમનો રુક્ષ વ્યવહાર જોવા મળતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

બાળકો ત્યારે એવો જ વ્યવહાર કરતા હતા જેવો વ્યવહાર એ પોતાની માને કરતા જોતા હતા. સલીમ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં સલમાને તેમના અને હેલન ના સંબંધને સ્વીકાર્યો ન હતો.ત્યારે ઘરમાં કોઈપણ હેલન સાથે વાત કરતું નહોતું.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર એ સમયે સલમા ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી જોકે સમયની સાથે-સાથે બધું સરખું થઈ ગયું. આજે સલમાન સલીમ આ બધા બાળકો અને હેલન બધા એક સાથે ખૂબ જ પ્રેમથી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *