કાનપુરના કમિશનરે શરુ કર્યો અનોખો અભિયાન, ૧૩ કંડકટર તથા ૧૪ ડ્રાઈવરને એકસાથે કર્યા સસ્પેન્ડ

આ જમાનામાં ઈમાનદારી નામની કોઈ વસ્તુ બચી નથી. બહુ ઓછા લોકો આજે સાચા રસ્તા પર ચાલી રહ્યા છે. જ્યારે ભ્રષ્ટાચારની તો કોઈ લિમિટ જ નથી. આવામાં એક ખૂબ જ વિશેષ કિસ્સો સામે આવ્યો હતો. કાનપુર ના કમિશનર ડો. રાજશેખરે તેના વિભાગમાં સિટી બસની સેવાઓ ની તમામ જાણકારી મેળવવા માટે એક અજુગતું અભિયાન શરૂ કર્યું હતું.

આ અભિયાન અંતર્ગત તે પોતે જ સામાન્ય માણસ નો વેશ ધારણ કરીને સીટી બસમાં મુસાફરી કરવા નીકળી પડ્યા. આ દરમિયાન સિટી બસના ડ્રાઇવર અને કંડક્ટરને ઘણી ભૂલ અને બેદરકારી તમને જાણવા મળી હતી. થોડા સમય પહેલાંની જ આ ઘટના છે જ્યારે કમિશનર અને તેના સહ કર્મચારીઓ ચૂંનીગંજ અને રાવતપુર વિસ્તારમાં એક બસમાં સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરવા લાગ્યા.

તેણે નોંધ્યું કે કંડક્ટરને માસ્ક બાંધ્યું ન હતું. બસમાં મુસાફરી કરતા અડધાથી વધારે લોકોએ માસ્ક પહેર્યું ન હતું. બસનો ડ્રાઈવર પણ કોરોના ના નિયમનું પાલન કરી રહ્યો ન હતો. ત્યાર પછી ડો. રાજશેખરે તેના પર કાર્યવાહી કરી હતી. તેને ૨૪ બસ ડ્રાઈવર ને ડ્યુટી માંથી હંમેશા માટે છુટ્ટી આપી દીધી અને ૧૩ કંડકટર ને પણ કાઢી નાખ્યા.

કમિશનરના આ અભિયાન દરમિયાન તેમની સાથે અન્ય છ અધિકારીઓ પણ હતા. તેમણે નોંધ્યું કે ઘણી બસમાં ફર્સ્ટ એડ બોક્સ નહોતા અને ઘણી બસમાં એલઇડી સ્ક્રીન સારી રીતે કામ કરતી ન હતી. અમુક બસમાં કંડકટર અને ડ્રાઇવર એ માસ્ક નહોતા પહેર્યા વળી અમુક બસમાં તો કંડકટર મુસાફર પાસેથી પૈસા તો લઈ લેતો હતો પરંતુ તેના બદલામાં ટિકિટ આપી રહ્યો ન હતો.

તેમણે જોયું કે બસમાં કોઈપણ કોરોના ના નિયમોનું પાલન કરી રહ્યું ન હતું. જ્યારે કંડકટર અને ડ્રાઇવરની ફરજ હતી કે લોકોને માસ્ક પહેરવા માટે કહે પરંતુ, બસમાં મુસાફરો એ પણ માસ્ક લગાવેલા ન હતા. આવી જ નાની-મોટી ભૂલને કારણે કોરોના વાયરસ ફેલાય છે. આ બધી વસ્તુ નું અવલોકન કર્યા બાદ બસ ડ્રાઇવર અને કંડકટર પર કમિશનરે યોગ્ય કાર્યવાહી કરી છે.

આ ઉપરાંત તેને સીટી બસ ની જાળવણી રાખનાર એજન્સીને પણ નોટિસ રજૂ કરી છે. આ એજન્સીને નોટિસ આપીને કહેવામાં આવ્યું છે કે ખરાબ જાળવણી, ખરાબ સુપરવાઇઝર અને બસ ડ્રાઈવર પર અંકુશ ન હોવાને લીધે તે બધાને બ્લેક લિસ્ટ માં નાખવામાં આવ્યા છે. કમિશનરના આ અભિયાનને લીધે પરિવહન વિભાગ માં હાહાકાર મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *