કેવી રીતે થઇ મલાઈકા અને અર્જુનની પ્રેમકથા શરુ…? વાંચો આ લેખ અને જાણો…

તમે અવારનવાર ન્યૂઝમાં મલાઈકા અને અર્જુન ની ચર્ચા સાંભળતા જ હશો. આ યુગલ અવાર-નવાર ચર્ચામાં છવાયેલું રહે છે. તેમના પ્રેમ ની કહાની થી દરેક લોકો વાકેફ છે. તેઓ એકબીજાને ખુલ્લેઆમ પ્રેમ વરસાવે છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ શેર કરતા રહે છે.

અર્જુન અને મલાઈકા લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં છે. કહેવાય છે કે અરબાઝ ખાન થી છૂટાછેડા લીધા પહેલાં પણ અર્જુન અને મલિકા એકબીજાના પ્રેમમાં હતા. તેમના અફેરને લીધે જ મલાઈકા અને અરબાઝ ના સંબંધોમાં તિરાડ પડી હતી. તે બંનેના છૂટાછેડા બાદ મલાઈકા અને અર્જુન નું નામ સાથે જોડાઈ ગયું હતું.

મલાઈકા અને અર્જુન ઘણા ઇવેન્ટમાં સાથે જોવા મળે છે તેઓ એકબીજાના ઘરની મુલાકાત પણ લેતા રહે છે અને સોશિયલ મીડિયા પર પણ તેમના પ્રેમ ભર્યા ફોટા મૂકતા હોય છે. જોકે શરૂઆતમાં પબ્લિકલી તે તેમના સંબંધને સ્વીકારતા ન હતા, પરંતુ હવે તો બંને એ સ્વીકારી લીધું છે.

મલાઈકાએ સુપર મોડલ ઓફ ધ યરના એક એપિસોડમાં ભાગ લીધો હતો આ શોમાં તેમના સહયોગી જજ મિલિન્દ સામન હતા. આ દરમિયાન મલાઈકાએ મિલિન્દ સાથે ક્રશ, ટર્ન ઓન અને ટર્ન ઓફ જેવી બાબતો પર ચર્ચા કરી. આ વાતચીત દરમિયાન અર્જુન કપૂર ના નામ નો પણ ઉલ્લેખ થયો હતો.

આ શો દરમિયાન મલાઈકાએ અર્જુન કપૂર ના છેલ્લા ટેક્સ્ટ મેસેજ પણ વાંચ્યા હતા. મિલિન્દે મલાઈકા ને કોઈ એવી વ્યક્તિનું નામ પૂછ્યું હતું જે તેમને સારી રીતે ઓળખતો હોય ત્યારે અભિનેત્રીએ અર્જુન કપૂર નું નામ જણાવ્યું હતું. આ બાબતે આગળ મલાઈકાએ જણાવ્યું કે,” તે મને સારી રીતે ઓળખે છે, મને સમજે છે અને પરેશાન પણ કરે છે.” જ્યારે તે અર્જુનનો છેલ્લો મેસેજ વાંચી રહી હતી ત્યારે તે શરમથી લાલ થઈ ગઈ હતી કારણ કે તેમાં લખેલું હોય તો કે, “આઇ લવ યુ” ત્યારબાદ મિલિન્દે મલાઈકા ને વધુ સવાલો પૂછ્યા હતા.

જ્યારે મલાઈકા ને તેના ક્રશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ” મારો ક્રશ ડેનિયલ ક્રેગ છે.” જ્યારે તને સ્ત્રી ક્રશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને બેલા હદીદ નું નામ જણાવ્યું. શરૂઆતમાં અર્જુન અને સલમાન ખાન વચ્ચે સારી મિત્રતા હતી તે સલમાનની બહેન અર્પિતા ને પણ ડેટ કરી ચૂક્યો છે.

આ સમય દરમ્યાન અર્જુન અવારનવાર સલમાન ખાનના ઘરે આવતો હતો. જ્યારે અર્પિતા અને અર્જુન નું બ્રેકઅપ થઈ ગયું ત્યારે અર્જુન નું દિલ તેની ભાભી પર અટકી ગયું હતું. અવાર નવાર સલમાન ખાન ના ઘરની મુલાકાત લેતા સમયે જ અર્જુન અને મલાઈકા વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ ના ફૂલ ખીલવા લાગ્યા.

ત્યારબાદ જ મલાઈકાના હૃદયમાં અર્જુન માટે પ્રેમ જાગવા લાગ્યો અને અરબાઝ સાથેના સંબંધો બગડવા લાગ્યા. અર્જુન માટે જ મલાઈકાએ અરબાઝ ને છૂટાછેડા આપ્યા છે. જ્યારે અર્જુનને તેમના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ” હું જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે તમને બધાને કહીશ.”

એક ઇન્ટરવ્યૂમાં મલાઈકાએ પણ તેમના રિલેશન વિશે વાતચીત કરતા કહ્યું કે,” દરેક વ્યક્તિ ફરીથી પ્રેમમાં પડવા ઇચ્છે છે રિલેશનશિપ માં આવવા માંગે છે. કોઈપણ વ્યક્તિને આખી જિંદગી એકલા રહેવું પસંદ નથી. ભલે મારી આસપાસના લોકો ગમે તે કહે પરંતુ મને આનંદ છે કે મેં સમજદારીપૂર્વક પસંદગી કરી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *