ખુબ જ લોકપ્રિય ટીવી શો “ગુમ હૈ કિસીકે પ્યાર મે” ના આ કલાકારે અચાનક છોડી દીધો શો, જાણો હવે સાઈનો સાથ આપવા કોણ આવશે…

આજકાલ ટીવી સીરીયલ ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ ખૂબ જ લોકપ્રિય શો બની ગઈ છે. આ સીરિયલના ટવીસ્ટ લોકોને ખુબ જ ગમે છે. તેથી જ ટીઆરપી ની યાદીમાં સીરીયલ પ્રથમ ક્રમે આવી ગઈ છે. પરંતુ અચાનક જ તેના એક અભિનેતા એ રાતોરાત શો છોડી દીધો હોવાની ખબર આવી રહી છે, તે પણ એવા સમયે જ્યારે તે નંબર વન શો ‘અનુપમા’ નો કઠિન પ્રતિસ્પર્ધી બની રહ્યો છે.

આ સીરિયલમાં વિરાટ ની પત્ની એટલે કે સાંઈ ને પરિવારના બધા સભ્યો ગેરસમજ કરે છે અને તેને ટોણા માર્યા રાખે છે. જ્યારે તેમના પરિવાર માંથી એક મોહિત સાંઈ ની પરિસ્થિતિ સમજીને તેને ટેકો આપે છે. પરંતુ હવે મોહિત પણ સાંઈ ને ટેકો આપવા માટે હાજર નહીં હોય કારણ કે તેને શો છોડી દીધો હોવાની ખબર સામે આવી રહી છે. મોહિત નું પાત્ર ભજવતા આદિશ વૈધ એ ગુમ હે કિસી કે પ્યાર મેં સીરીયલ છોડી દીધી છે.

એક એવા સમાચાર પણ હતા કે તેને બિગ બોસ મરાઠી સિઝન ૩ માં ભાગ લેવા માટે આ સીરિયલ છોડી દીધી છે. પરંતુ આદિશે જણાવ્યું કે તે બિગ બોસ મરાઠી નો ભાગ નથી. આ ઉપરાંત એવા અહેવાલ પણ આવ્યા હતા કે સાંઇની ભાભી ની ભૂમિકા ભજવનાર મિતાલી નાગ એ પણ શો છોડી દીધો હતો.

પરંતુ નિર્માતાઓએ મિતાલી ને મનાવી ને સિરિયલમાં પાછી લઈ આવ્યા હતા. મિતાલી નો શો છોડવા પાછળનું કારણ તેના પાત્રને સારી સ્ક્રીન સ્પેસ ન મળવાનું હતું. જોકે હવે તો તે સીરિયલમાં પાછી આવી ગઈ છે. પરંતુ હજી સુધી આદિશ ની જગ્યા કોણ લેશે અથવા તે સીરિયલમાં પાછો આવશે કે નહીં તે અંગે કોઈ સમાચાર મળ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *