ઘરેલુ LPG ના ભાવમાં થયો ફરી વધારો, લાગે છે ફરીથી આવી જશે ચૂલા વાપરવાની નોબત

ઘરેલુ એલપીજી સિલિન્ડર માં ફરી એક વખત થયો ભાવ વધારો. ૬ ઓક્ટોબરે સબસિડી વગરના સિલિન્ડરમાં ફરી એક વખત થયો ઉછાળો. જોકે હાલમાં થોડા સમય પહેલાં જ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. ૧ ઓક્ટોબરના દિવસે ૧૯ કિલો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો દિલ્હી અને મુંબઈમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડર ની કિંમત ૮૮૪.૫૦ રૂપિયા હતી જે આજે વધીને ૮૯૯.૫૦ રૂપિયા થઈ ગઈ છે.

જ્યારે કોલકાતામાં ગેસ સિલિન્ડરના ભાવ ૯૨૬ અને ચેન્નઈમાં ૧૪.૨ કિલો એલપીજી સિલિન્ડર ના ભાવ ૯૧૫.૫૦ રૂપિયા થઈ ગયા છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવને ધ્યાનમાં રાખીને આશા છે કે આ વખતે એલપીજી સિલિન્ડર ના ભાવ ૧૦૦૦ રૂપિયાથી પણ વધી જશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં ૧૪.૨ કિલો બિન સબસીડીવાળા સ્થાનિક એલપીજી સિલિન્ડર માં ૨૫ રૂપિયાનો વધારો થયો હતો જ્યારે ૧૮ ઓગસ્ટના દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમત માં ૨૫ રૂપિયાનો વધારો કર્યો હતો.

માત્ર છેલ્લા એક વર્ષમાં જ દિલ્હીમાં એલપીજી સિલિન્ડર ની કિંમતમાં ૩૦૫.૫૦ રૂપિયાનો વધારો થયો છે જ્યારે હવે સબસિડી પણ મળતી નથી. જુલાઈ અને ઓગસ્ટમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો જ્યારે મે અને જૂન માં કિંમતમાં કોઈ પણ ફેરફાર થયો નહોતો જ્યારે એપ્રિલ મહિનામાં સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

૨૦૨૧માં જાન્યુઆરીમાં દિલ્હીમાં એલપીજી સિલિન્ડર ની કિંમત ૬૯૪ રૂપિયા હતી જે ફેબ્રુઆરીમાં ૭૧૯ રૂપિયા થઈ ગઈ, જ્યારે ૧૫ ફેબ્રુઆરીએ ભાવમાં ફરી વધારો થઈને ૭૬૯ રૂપિયા થઈ ગયા. ૨૫ ફેબ્રુઆરી ભાવમાં ફરી વધારો થઇને ૭૯૪ રૂપિયા થઈ ગયા. જ્યારે માર્ચમાં આ કિંમતમાં ફરી ઉછાળો આવ્યો અને ૮૧૯ રૂપિયા કરી દેવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *