મોજીલું ગુજરાત

મહિલા ચાહકે દિલ પર કાર્તિક આર્યન ના નામનું ટેટૂ બનાવ્યું, જોઇને સુપરસ્ટાર પણ સ્તબ્ધ થઈ ગયો

બૉલીવુડ ફિલ્મોમાં જાણીતા એકટર કાર્તિક આયનની ઉમદા ફેન ફોલોઇંગ છે. હેન્ડસમ હન્ક કાર્તિક આર્યનના ચાર્મ તેમક ટેલેન્ટથી ફેન્સ ધાયલ થઈ ચૂક્યા છે. કાર્તિક આર્યન માટે ફેન્સની ક્રેઝીનેસ ઘણીવાર જોવા મળે છે.

હવે કાર્તિક આર્યનની એક ફિમેલ ફેને અભિનેતા માટે કંઈક એવું કરી બતાવ્યું જેને જોઈને ખુદ કાર્તિક આર્યન પણ ચોંકી ગયા. કાર્તિક આર્યનની એક ફિમેલ ફેને અભિનેતાના નામ અને એમની ડેટ ઓફ બર્થનું ટેટુ એમના દિલ પર એટલે કે ગરદન નીચે કરાવ્યું છે.

વાત જાણે એમ છે કે પોતાના જન્મદિવસના મોકા પર કાર્તિક આર્યન એમના ઘરની બહાર ફેન્સ અને પેપરાજી ને મળી રહ્યા હતા. ત્યારે એ એમની ફિમેલ ફેનને પણ મળ્યા. જેને એમનું નામ અને ડેથ ઓફ બર્થનું ટેટુ કરાવ્યું હતું.

તો  રિપોર્ટ અનુસાર ફેન્સ કાર્તિક આર્યન ને મળીને એમને પોતાનું ટેટુ બતાવે છે અને કહે છે કે આ તમારું ટેટુ છે. એના પર કાર્તિક આર્યન પૂછે છે કે શું આ પરમેનન્ટ છે. એ પછી કાર્તિક આર્યન કહે છે કે આ ખૂબ જ સ્વીટ છે ખૂબ ખૂબ આભાર. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્તિક આર્યન સાથે એમની ફિમેલ ફેનનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

કાર્તિક આર્યન વિડીયોમાં ફિમેલ ફેન સાથે સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે. એ પછી પેપરાજી છોકરીને પૂછે છે કે શું તમે જણાવી શકો છો કે તમે કાર્તિક એ માટે શું કર્યું છે?  એ વિશે છોકરી પેપરાજીને કહે છે કે હું એમની બહુ મોટી પ્રશંસક છું.  હું એમને ખૂબ જ પ્રેમ કરું છું. આ મારા માટે એક સપનું સાકાર થવા જેવું છે.

Exit mobile version