મકાઈ નો રોટલો બનાવતા સમયે ભેળવી લો ખાલી આ એક ચીજ, બમણો થઇ જશે થાળીનો સ્વાદ અને મળશે પરંપરાગત રોટલીથી મુક્તિ…

મકાઈના રોટલા બનાવવા માટે જરૂરી સામગ્રી :

૧ કપ મકાઈનો લોટ, ૧/૨ કપ ઘઉંનો લોટ, ૧ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ, ૨ ચમચી દહીં, ૧ ચમચી તલ, ૧ ચમચી તેલ અને સ્વાદ અનુસાર મીઠું. તળવા માટે તેલ.

મકાઈના રોટલા બનાવવાની રીત :

મકાઈના રોટલા બનાવવા માટે સૌપ્રથમ મકાઈનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ, તલ ના દાણા અને એક ચમચી તેલ ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાં દહીં ઉમેરો અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી લોટ તૈયાર કરો. ત્યારબાદ તેના નાના નાના લુઆ બનાવી તેને વણી લો.

ત્યારબાદ આ રોટલાને લોઢી પર શેકવાના છે. તેના માટે ગેસ પર લોઢી ગરમ થવા માટે મુકો અને તેમાં એક ચમચી તેલ ઉમેરો. જ્યારે તેમાંથી ધુમાડા નીકળવા માંડે ત્યારે તેમાં આ રોટલો મૂકો. આ રોટલા ને તમારે શેલો ફ્રાય કરવાનો છે રોટલાને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. તો તૈયાર છે મકાઈ નો સ્વાદિષ્ટ રોટલો. જે લોકોને સાદો રોટલો ન ભાવતો હોય તેના માટે આ મસાલેદાર રોટલો ખૂબ જ સારો હોય છે. ખાસ કરીને બાળકને રોટલા ન ભાવતા હોય તેથી તેને આ સ્વાદિષ્ટ રોટલો સરળતાથી ખવડાવી શકશો.

આ રોટલાનો સ્વાદ કોઈ વાનગી થી ઓછો નથી હોતો. તેમજ સ્વાસ્થ્ય માટે પણ મકાઈનો રોટલો ખૂબ જ સારો માનવામાં આવે છે. તેથી રોજિંદા જીવનમાં આ રોટલો જરૂર બનાવવો જોઈએ. રોટલો તો આપણી ભારતીય સંસ્કૃતિની શાન છે, ભારતીય ભોજનમાં રોટલો એક આગવું સ્થાન ધરાવે છે. પરંતુ હવેના લોકોને રોટલાનો સ્વાદ ભાવતો નથી. તેથી જો તમે આ મસાલેદાર રોટલો ટ્રાય કરશો તો તેનો સ્વાદ તમને ખૂબ જ ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *