મલાઈકા અને અર્જુનની ઉમર બની છે ફરી ચર્ચાનો વિષય, લોકો કરી રહ્યા છે સંબંધો પર જુદી-જુદી ટીપ્પણીઓ

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ની લવ સ્ટોરી તો દરેક લોકો જાણતા જ હશે. અર્જુન કપૂર અને મલાઈકા રેસ્ટોરન્ટમાંથી તેમની રોમેન્ટિક ડેટ પૂરી કરીને એકબીજાનો હાથ પકડીને રેસ્ટોરન્ટની બહાર આવી રહ્યા હતા. જો કે એક સમયે તે બંને એકબીજા સાથેનો સંબંધ સ્વીકાર કર્યો ન હતો. તેની પાછળનું કારણ એ પણ છે કે તે સમયે મલાઈકા ના ડિવોર્સ થયા ન હતા.

જોકે હાલમાં જોઈએ તો મલાઈકા અને અર્જુન એક ખુબ જ સુંદર અને રોમેન્ટિક કપલ છે. મલાઈકા ના છૂટાછેડા થઇ ગયા છે અને તે તેના પુત્ર સાથે રહે છે. હાલમાં તેઓ સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ ખુલ્લેઆમ પણ એકબીજાના હાથમાં હાથ નાખીને ફરે છે અને સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે.

ઇન્ટરનેટ પરની તેમની રોમેન્ટિક તસવીરો જોઈને લાગે છે કે મલાઈકા અને અર્જુન એકબીજાના પ્રેમમાં છે. પરંતુ ઘણા લોકો આ વાતને સ્વીકારવા માટે તૈયાર નથી તેઓ તેમના પ્રેમને બદલે તેમની ઉંમર પર વધારે ધ્યાન આપે છે. સોશિયલ મીડિયા પર મલાઈકા અને અર્જુન ના ફોટા પર લોકો તેમની ઉંમર બાબતે જાતજાતની ટિપ્પણીઓ કરે છે.

હાલમાં જ તેમણે મૂકેલી એક પોસ્ટ પર લોકોએ કોમેન્ટ કરતા લખ્યું કે અર્જુન તેની માતા સાથે ફરવા જાય છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે અર્જુન તેની માતાને પ્રેમ કરે છે. વળી અન્ય એક યૂઝરે પણ તેમની ઉંમર બાબતે ટિપ્પણી કરતા લખ્યું કે અર્જુન તેની માતાને કારની સવારી પર લઇ જાય છે. એક યૂઝરે તો એમ પણ લખ્યું કે જુઓ અર્જુન તેની આખી જવાની આ વૃદ્ધ ના ચક્કરમાં બરબાદ કરે છે.

જોકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આવી વાતો પર ધ્યાન દેતા નથી. અર્જુનને લોકોની આવી કોમેન્ટ થી કોઈ ફરક પડતો નથી. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણે ઇન્ડસ્ટ્રીમાં મળેલ ફેન ફોલોઈંગ અને પોઝિટિવિટી આ બધાની સરખામણીમાં ઘણી વધારે છે. આવા ટ્રોલ અને નફરત નો સામનો તો જાહેર વ્યક્તિને પણ કરવો પડે છે તેમાં કોઇ મોટી વાત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *