માયાભાઈ આહીર નો પુત્ર જીવે છે એક અભિનેતા કરતા પણ વિશેષ જીવન, જુઓ તસ્વીરો…

ઘણા લોકો તેની મહેનત અને ટેલેન્ટ ને લીધે જીવનમાં ખૂબ જ આગળ વધે છે. આપણા ગુજરાતના પ્રખ્યાત માયાભાઈ આહીર પણ એક વખતે છકડો ચલાવતા હતા પરંતુ તેની કલા ને લીધે આજે તેનું નામ મોટા કલાકારોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આપણે જાણીએ છીએ કે કલાકારો ના સંતાનો નું જીવન અને તેને લાઇફ સ્ટાઇલ ખૂબ જ અલગ હોય છે. ત્યારે આજે આપણે માયાભાઇ આહિરના દીકરા જયરાજ આહીર ની લાઈફ સ્ટાઇલ જોઈશું.

માયાભાઈ નુ જીવન ખૂબ જ સંઘર્ષ થી ભરેલું હતું. તેઓ આર્થિક પરિસ્થિતિનો સામનો કરીને આજે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર બન્યા છે. આજે તે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જાણીતા બન્યા છે. માયાભાઈ આજે જે મુકામે પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે તમને ઘણી મહેનત કરવી પડી છે. આજે તેમની પાસે કરોડોની સંપત્તિ છે જ્યારે તેના પુત્ર જયરાજ નું જીવન ખૂબ જ પ્રભાવશાળી છે. જયરાજ નો જન્મ ૨૨ મેના દિવસે ભાવનગરમાં થયો હતો. તે ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે.

જયરાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફોટો શેર કરતો રહે છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને લોક કલ્યાણ અર્થે કાર્ય કરે છે. તેના પિતા લોકડાયરાના હાસ્ય કલાકાર છે પરંતુ તેને એ વારસો નથી મળ્યો. તે માયાભાઈ ના ડાયરા માં અચુક પણે હાજર રહે છે. એક સમયે માયાભાઈ પાસે કઈ જ ન હતું અને તેમની આર્થિક સ્થિતિ પણ સારી નહતી. પરંતુ તેમને મહેનત કરીને લોકપ્રિયતા મેળવી છે અને આજે તે તેના દીકરાના બધા સપના પૂર્ણ કરે છે.

જયરાજ પાસે Humar H2 કાર જેની કિંમત ૭૨ લાખ છે, ઓડી Q3 જેની કિંમત ૪૨ લાખ છે અને બી.એમ.ડબલ્યુ X1 જેની કિંમત ૪૦ લાખ જેટલી છે આવી મોંઘી ગાડીઓ છે. આ ઉપરાંત તેની પાસે મર્સીડીઝ CLS 200, ટોયોટા ફોર્ચ્યુનર, ફોર્ડ એન્ડેવર જેવી ઘણી બધી લક્ઝરી કાર છે. જ્યારે તમે જયરાજ નું ઈન્સ્ટાગ્રામ પેજ જોશો ત્યારે તમને લાગશે કે તે કેટલું વૈભવશાળી જીવન જીવી રહ્યો છે. જેટલું મોજથી અને વૈભવશાળી જીવન માયાભાઈ આહીર નો દીકરો જીવે છે તેટલું તો મુકેશ અંબાણી ના સંતાનો પણ જીવતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *