માત્ર ૧ દિવસ આ કાર્ય કરવાથી પાચનના રોગો થશે દૂર, નહીં થાય ગેસ અને કબજિયાતની સમસ્યા

સામાન્ય રીતે આપણે વ્રત અને ઉપવાસ ભગવાનને પ્રસન્ન કરવા માટે રાખતા હોઈએ છીએ. પરંતુ તમારો એક દિવસનો ઉપવાસ તમારી પાચનશક્તિને આરામ આપે છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ઉપવાસ કરવાથી શરીરમાં હકારાત્મક ઉર્જા નો પ્રસાર થાય છે.

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને તેની કાર્યક્ષમતા વધે છે. અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવાથી વજન પણ ઘટાડી શકાય છે. કારણ કે ઉપવાસ દરમિયાન તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી ઉર્જા માં રૂપાંતર થાય છે અને ધીરે-ધીરે વજન ઘટવા લાગે છે.

હૃદયરોગના દર્દીઓ માટે પણ ઉપવાસ ખૂબ જ ફાયદાકારક છે. અઠવાડિયામાં એક વખત ભોજન ન કરવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત સ્નાયુ સંબંધિત બીમારીઓ પણ ઉપવાસ કરવાથી દૂર થાય છે તે શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ નું લેવલ ઓછું કરે છે.

ઉપવાસ દરમિયાન તમારે ફળ અને હળવો આહાર લેવો જોઈએ. આ વસ્તુ પાચનમાં સરળ હોય છે જેને લીધે તમારી પાચન શક્તિને અને સ્નાયુઓને આરામ મળે છે. શરીરના બધા સ્નાયુઓ એક દિવસ માટે આરામ કરે તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે.

ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે પણ ઉપવાસ ફાયદાકારક છે. ઉપવાસ કરવાથી શરીરમાં રહેલ ખરાબ તત્વો બહાર નીકળી જાય છે અને ત્વચાની અંદર થી સફાઈ થાય છે. મેટાબોલિઝમ સારુ બનાવવા માટે ઉપવાસ કરવો જરૂરી છે. તે શરીરની બધી ક્રિયા ને સારી રીતે કાર્યરત બનાવે છે જેથી તમારું આરોગ્ય લાંબા સમય સુધી સારું રહેશે.

પેટને લગતી બધી સમસ્યાઓ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાથી દૂર થઈ જાય છે. ગેસ, એસિડિટી, કબજિયાત, ઝાડા, પેશાબમાં બળતરા, પેટમાં મરડો, ઉલટી વગેરે જેવી બીમારીઓથી રાહત મેળવવી હોય તો ઉપવાસ કરવો. ખાસ ધ્યાન રાખો કે ઉપવાસ દરમિયાન તમારે તળેલી વસ્તુ ખાવાની નથી.

અઠવાડિયામાં માત્ર એક દિવસ ભોજન ન કરવાથી અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ દૂર થાય છે. સાથે તે બ્લડ-પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે તેથી હૃદય રોગ સામે રક્ષણ મળે છે. ઉપવાસના દિવસે દૂધનું સેવન કરવાનું ઘણું મહત્ત્વ છે. દૂધ માં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં હાડકા ને મજબૂત બનાવે છે. અખરોટ અને અન્ય સુકામેવા નું સેવન પણ ઉપવાસ દરમિયાન કરવું જોઈએ.

ઉપવાસ શરીરમાં કફ, પિત્ત અને વાત દોષને દૂર કરે છે. એક દિવસ ઉપવાસ કરવાથી શરીરમાં અગાઉ જમા થયેલા હાનિકારક પદાર્થો બહાર નીકળવા લાગે છે. જેથી આંતરડા અને જઠર સ્વચ્છ થાય છે અને તેની કાર્યક્ષમતા વધે છે. અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાથી શરીરને આંતરિક શુદ્ધિકરણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *