પેટમાં નહિ રહે કોઈપણ જાતનો દર્દ અને તકલીફ, ઉમેરો પાણીમાં આ એક વસ્તુ અને નિયમિત કરો સેવન…

આજકાલ લોકોમાં બહારની ખાણીપીણી ઘણી પસંદ કરે છે, જેને લીધે તેમનું પેટ ખરાબ થવા લાગ્યું છે. બહારનો ખોરાક મોટાભાગે ખૂબ જ તેલવાળો અને તીખો હોય છે. આવો ખોરાક ખાવાને લીધે આપણી પાચનશક્તિ દિવસે દિવસે નબળી પડતી જાય છે અને શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થવા લાગે છે.

વ્યસ્ત જીવનને કારણે લોકો ઘરે બનાવેલું ભોજન ખાવાને બદલે બહારનું ભોજન અને જંક ફૂડ વધારે પ્રમાણમાં ખાવા લાગ્યા છે. આવો ખોરાક પચવામાં ભારે હોય છે અને તે પચ્યા વગર જ પેટમાં પડ્યો રહે છે. તેને લીધે પેટમાં આંતરડામાં નકામો કચરો જમા થવા લાગે છે અને ગેસ, એસીડીટી, કબજિયાત વગેરે અનેક પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે.

તેથી બની શકે તો બહારના ભોજન નું સેવન ન કરવું તેમજ ખાસ કરીને મેંદાવાળી વસ્તુ પણ ન ખાવી. મેંદો પચવામાં ખૂબ જ ભારે હોય છે અને આપણી પાચનશક્તિ મેંદાને પચાવવા માટે ઓછામાં ઓછી ૧૨ કલાકનો સમય લે છે જેને લીધે આવો ખોરાક પચવામાં વધારે સમય લાગે છે અને ઘણી વખત તે આંતરડા માં ચોટી પણ જાય છે.

તેથી જે લોકોને અવારનવાર ગેસ, એસીડીટી, કબજિયાતની સમસ્યા થતી હોય તેમણે સૌપ્રથમ તો બહારનો ખોરાક ખાવાનું બંધ કરવું જોઈએ તેમજ ઘરે બનાવેલો સાત્વિક અને પૌષ્ટિક આહાર ખાવો જોઈએ. આ ઉપરાંત જ્યારે વધારે પ્રમાણમાં ભોજન થઈ ગયું હોય ત્યારે જમ્યા પછી પંદર-વીસ મિનિટ ચાલવાનું રાખો. શારીરિક ક્રિયાના અભાવને કારણે પણ ખોરાક ને પચવામાં મુશ્કેલી પડે છે.

જમ્યા પછી એક ચપટી અજમાનું સેવન કરવાથી પણ ખોરાક ને પચવામાં મદદ મળે છે કારણ કે અજમા પાચનશક્તિને મજબૂત બનાવવામાં ખૂબ જ કાર્યરત છે. તેથી જો તમે દરરોજ જમ્યા પછી એક ચપટી અજમાનું સેવન કરશો તો તમને ક્યારેય ગેસ, એસીડીટી કે કબજિયાતની સમસ્યા નહીં થાય.

આ ઉપરાંત આદુનો નાનો ટુકડો ખાવાથી પણ પેટમાં થતી ગેસ અને એસીડીટી ની સમસ્યા ને રોકી શકાય. આદુ પાચન શક્તિને તેજ બનાવે છે, તેથી દરરોજ ૧ ટુકડો આદુ ખાવાથી અથવા તો આદુના રસનું સેવન કરવાથી ભોજન સારી રીતે પચી જશે અને ગેસ, એસીડીટીની સમસ્યાથી છુટકારો મળશે.

દરરોજ એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચોવીને તેમાં થોડો ખાવાનો સોડા ઉમેરીને આ પાણીનું સેવન કરવાથી પણ ગેસની સમસ્યામાં થી જલ્દી રાહત મળશે અને એસીડીટી પણ નહીં થાય. આ કેટલાક સરળ ઉપાય છે તેને અપનાવવાથી પેટમાં થતી ગેસ, એસિડિટી અને કબજીયાતની સમસ્યા માટે રાહત મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *