મોજીલું ગુજરાત

પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર જોનાસને નામ પરથી હટાવ્યો, પતિ નિક સાથે છૂટાછેડાની ખબરો ચર્ચામાં છે

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામમાંથી જોનાસ હટાવી દીધુ છે. પ્રિયંકાના આમ કરવાથી પ્રિયંકા અને નિક જોનાસના છૂટાછેડાના સમાચારે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. પ્રિયંકાના ફેન્સ પણ આનાથી ખૂબ નારાજ થયા છે.

ફેન્સ પરેશાન થઈ રહ્યા છે

વાત જાણે એમ છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની ગણતરી પાવર કપલમાં થાય છે. લગ્ન પછી પ્રિયંકાએ તેના નામની આગળ જોનાસ લખવાનું શરૂ કર્યું હતું, પરંતુ અચાનક પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના નામની આગળ જોનાસ હટાવી દીધું છે. આવી સ્થિતિમાં જ્યાં એક તરફ ચાહકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, તો બીજી તરફ નિક-પ્રિયંકાના છૂટાછેડાની અટકળો પણ જોર પકડી રહી છે.

ધ મેટ્રિક્સ રેસરરેકશન્સમાં દેખાઈ પ્રિયંકાની ઝલક

પ્રિયંકાના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘ધ મેટ્રિક્સ રેફરન્સ’માં જોવા મળશે. ‘મેટ્રિક્સ’ના દર્શકોને લાંબા સમયથી તેની રાહ હતી, જ્યારે આ વખતે ચાહકો આ ફિલ્મને જોવા માટે વધુ ઉત્સુક છે, જેનું કારણ પ્રિયંકા ચોપરા છે. પ્રિયંકા ચોપરાની એક ઝલક ‘ધ મેટ્રિક્સ રેસરરેકસન્સ’માં એક મિનિટ અને બે સેકન્ડમાં જોવા મળી રહી છે. ગળામાં ચેન, બુટ્ટી અને ચશ્મા પહેરેલી પ્રિયંકા ચોપરા એકદમ અલગ દેખાઈ રહી છે.

 

છેલ્લી બૉલીવુડ ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર હતી

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાની છેલ્લી બોલિવૂડ ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ હતી. તો, 2020 માં, તે હોલીવુડ ફિલ્મ વી કેન બી હીરોઝમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે પ્રિયંકાની આગામી ફિલ્મોના ખાતામાં ‘મેટ્રિક્સ 4’ અને ‘સિટાડેલ’નો સમાવેશ થાય છે. આ સાથે પ્રિયંકા ચોપરા બોલિવૂડ ફિલ્મ ઝી લે ઝારામાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે કેટરીના અને આલિયા પણ મુખ્ય ભૂમિકામાં હશે.

Exit mobile version