રાત્રે આ વસ્તુ મોં માં મુકી ને સુઈ જાવ, શરીરમાં જોવા મળશે ચોંકાવનારા ફાયદા

તમે બધા દૂધપાક, ખીર વગેરેમાં એલચીનો ઉપયોગ કરતા જ હશો. તેમાં પણ એલચીવાળી ચા તો લગભગ લોકોની પ્રિય હોય છે. આ ઉપરાંત રસોઈમાં ઘણી જગ્યાએ એલચી નો ઉપયોગ કરવામાં આવે છે તે સ્વાદ અને સુગંધમાં ચાર ચાંદ લગાવી દે છે. એલચી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેથી ઘણા મુખવાસ અને પાન મસાલા માં પણ એલચીનો ઉપયોગ કરવામાં આવે છે.

ઘણા લોકો મોઢું ચોખ્ખું કરવા માટે પાન મસાલા તરીકે એલચી નો ઉપયોગ કરતા હોય છે. એલચી ને મોં માં રાખવાથી તેના ઘણા અદભુત ફાયદા થાય છે. તેથી આજે આપણે રાત્રે એલચીથી ક્યાં ફાયદા થાય છે તેના વિશે જાણીશું.

શ્વસનતંત્રના રોગ તેમજ સામાન્ય શરદી-ઉધરસ થી છુટકારો મેળવવા માટે એલચી ઉપયોગી થાય છે. જો તમે એલચીનો ભૂકો અને મધ પાણીમાં મિક્સ કરીને પી જશો તો દરેક પ્રકારના વાયરસથી થતા રોગોથી બચી શકશો. એલચી અને મધનો સાથે ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે.

ગળામાં દુખાવાની સમસ્યા હોય તો ગરમ પાણી સાથે સવારે અને રાત્રે એલચીનું સેવન કરવાથી ફાયદો થશે. શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે રાત્રે એક એલચીને દાંત મા દબાવી ને સુઈ જવું, તેનાથી મોં ની દુર્ગંધ દૂર થઈ જશે. તેથી જ લાંબા સમયથી એલચીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે થાય છે.

શ્વસન ને લગતી કોઈપણ સમસ્યા હોય તો તેના ઉપચારમાં એલચી ફાયદાકારક રહે છે. જે લોકોને અસ્થમા ની સમસ્યા હોય તેને એલચીનું સેવન કરવું જોઈએ. જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો એલચી તેમાં રાહત આપે છે. આ ઉપરાંત જો ફેફસામાં કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન ફેલાયું હોય તો તેને દૂર કરવા માટે એલચી નો ઉપયોગ કરી શકાય છે. એલચીનું સેવન કરતા સમયે તમારે હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો તેનાથી વધારે ફાયદો થાય છે.

જો ખોરાક બરાબર ન પચવાને લીધે પાચનની સમસ્યા થતી હોય અને પેટમાં ગેસ, ઓડકાર વગેરેની તકલીફ રહેતી હોય તેમના માટે એલચીનું સેવન ફાયદાકારક રહે છે. જો તમે ભોજન બાદ એક એલચી ખાઈ જશો તો તમારું પાચન સરળ બનશે અને એસિડિટી, કબજિયાત, પેટનો દુખાવો વગેરે જેવી સમસ્યા પણ દૂર થઈ જશે.

આ ઉપરાંત દાંત નો દુખાવો, પેઢામાંથી લોહી નીકળવું અને મોઢાના ઘણા ઇન્ફેક્શન એલચીના ઉપયોગથી દૂર થાય છે. જો તમે રાત્રે સૂતા સમયે દાંત પર એલચી નું તેલ લગાવી દેશો તો દુખાવામાં રાહત મળી જશે.

જે લોકોને મુસાફરી કરતા સમયે ઉલટી થતી હોય તેવો માટે એલચી મદદગાર સાબિત થઈ શકે છે. બસ અને કાર જેવા બંધ વાહનોમાં મુસાફરી કરતા સમયે ઘણા લોકોને ઊલટીની સમસ્યા થતી હોય છે. આ લોકોએ મુસાફરી કરતા સમયે વાહનમાં બેસવા ના એક કલાક પહેલા એક એલચી મોઢામાં રાખવી તેમજ મુસાફરી કરતા સમયે પણ એલચી ને મોઢામાં રાખો તેનાથી ઊલટીની સમસ્યા નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *