સાસુને પેરાલીસીસ થતા ૫ વર્ષ સુધી પિયર નું ઘર નથી જોયું, દીકરા કરતાં પણ સવાઈ છે આ વહુ

જ્યારે આપણે સાસુ વહુ ના સંબંધ નું નામ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં પહેલો શબ્દ લડાઈ-ઝઘડો જ આવે છે. કારણ કે મોટા ભાગના ઘરમાં સાસુ વહુના ઝગડા સામાન્ય વાત છે. પરંતુ આજે આપણે તેનાથી વિરુદ્ધ એક એવો કિસ્સો જોઈશું જ્યાં વહુ ને તેના પિયર કરતાં પણ સાસુ માં વધારે વાહલા છે.

શીખવા જેવી વાત :

આજે આપણે નડિયાદમાં રહેતા એક પટેલ પરિવારની વાત કરીશું. આ પરિવાર પર દુઃખનો દરિયો આવી પડ્યો હતો. એક અકસ્માતમાં સાસુને પેરાલીસીસ નો ભોગ બનવું પડ્યું હતું. ત્યારે તેની વહુ એ તેની સેવા કરીને સમાજમાં એક સાસુ વહુના સંબંધ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાસુ ને પેરાલિસિસ થયો હોવાથી છેલ્લા પાંચ વર્ષથી વહુએ પિયરનું મોઢું પણ નથી જોયું.

ગંભીર ઈજા થતાં પેરાલિસિસ થઈ :

નડિયાદમાં આવેલા પરમેશ્વર સોસાયટીમાં રહેતા સુમન પટેલ તેની પત્ની ઉર્મિલા ને સ્કૂટર પર લઇ જતા હતા ત્યારે અકસ્માત થતા ઉર્મિલાબેન પેરાલિસિસ થઈ ગયા હતા. આ સમયે તેની નવી વહુ ની હાથ ની મહેંદી પણ હજુ સુધી ગઈ ન હતી.

વહુ એ કરી સાસુની સંપૂર્ણ સેવા :

આ ઘટના લગભગ પાંચ વર્ષ પહેલાની છે. ત્યારે ઉર્મિલાબેન ના પુત્ર ના લગ્ન થયા હતા તેમની પુત્રવધૂ બંસરી પટેલ હજુ ઘરમાં નવી નવેલી દુલ્હન હતી. ત્યારે સાસુમા સાથે આ અકસ્માત થતાં બંસરીએ ઘરની બધી જવાબદારી સંભાળી લીધી અને સાસુ ની સેવા કરી.

છેલ્લા પાંચ વર્ષથી બંસરી સતત સાસુ ની સેવા કરે છે અને તે એક દિવસ પણ પિયર ગઈ નથી. લગ્ન બાદ પાંચ વર્ષમાં એક પણ વાર તેને માતા-પિતાનું ઘર જોયું નથી. આ સમયમાં બંસરીએ એક ઉત્તમ વહુ હોવાનું ઉદાહરણ સામે મૂક્યું છે.

સુશીલ પુત્રવધુ :

આ પાંચ વર્ષ દરમિયાન બંસરીએ એક વખત પણ પિયર જવાની વાત કરી નથી. આટલું જ નહીં પરંતુ જ્યારે તેને કહેવામાં આવે કે, બેટા જા થોડા સમય માટે પિયર જઈ આવ. ત્યારે બંસરી કહે છે કે, ના હું પિયર જાવ તો અહીં મમ્મી ની સાર સંભાળ સારી રીતે ન થઈ શકે.

ધન્ય છે આટલી સમજદાર વહુ ને અને તેને જન્મ આપનાર માતા ને. આ દીકરી સાસરિયામાં દીકરા કરતાં પણ સવાઈ બની રહી છે. તેને સાસુમાને માતાથી પણ ઉંચો દરજ્જો આપ્યો છે અને તેની સારવાર કરે છે.

બંસરી ગર્વ ને પાત્ર છે :

સાસુ પ્રત્યેની નિસ્વાર્થ સેવા જોઈને પીપલગ સમાજવાડી ખાતે ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ નડિયાદ દ્વારા બંસરી પટેલનું સન્માન કરવામાં આવ્યું છે. આ તેમના પરિવાર માટે ખૂબ જ ગર્વની વાત છે. બંસરી ની નિસ્વાર્થ સેવા અને પરિવાર પ્રેમ જોઈને તેના સાસુ મા ની પણ આંખ ભરાઈ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *