સવાર માટે હેલ્થી નાસ્તાની છો શોધમાં તો આજે જ વાંચો આ લેખ અને જાણો ટોમેટો પેનકેક બનાવવાની રેસીપી…

ટામેટા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેનો ખાટો મીઠો સ્વાદ દરેક લોકોને પસંદ આવે છે. તેની સાથે સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આજે આપણે ટમેટાની એક રસપ્રદ રેસિપી ટોમેટો પેન કેક બનાવવાની રીત જોઈશું. તમે પણ આ રીત ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા પરિવારને હેલ્ધી બ્રેકફાસ્ટ કરાવજો.

ટોમેટો પેનકેક બનાવવા માટે જરૂરી સામગ્રી :

૧/૨ કપ ચણાનો લોટ, ૧ સમારેલી ડુંગળી, ૧ સમારેલા ટામેટું, ૧ સમારેલું લીલું મરચું, ૧/૨ કપ ઓટ્સ, મીઠું સ્વાદ મુજબ. ૧/૪ કપ કાળા મરીનો પાવડર, ૧ પેકેટ મેગી મસાલો, ૧/૨ ચમચી બેકિંગ પાઉડર, ૨ કાચા બટેટા તેમજ ગાર્નિશિંગ માટે ધાણાભાજી અને થોડા ટામેટાંના ટુકડા.

ટોમેટો પેનકેક બનાવવાની રીત :

ટોમેટો પેન કેક બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી, સમારેલાં લીલાં મરચાં, લાલ મરચા, સમારેલા ટામેટા અને ઓટ્સ નો પાવડર મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરતા જઈ ને ખીરું તૈયાર કરો. ત્યારબાદ બટાકાની છાલ ઉતારી તેને છીણી લો. ત્યારબાદ આ બટાકામાં મીઠું, કાળા મરીનો પાવડર, મેગી નો મસાલો, બેકિંગ સોડા મિક્સ કરી લેવા. પછી આ મિશ્રણને ચણાના લોટ વાળી સામગ્રીમાં નાખીને સારી રીતે હલાવી લો.

ખીરું તૈયાર થઇ ગયા બાદ એક નોનસ્ટીક પેનમાં તેલ નું ગ્રીસ લગાવો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું ખીરું રેડી ને પાથરી દો. ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ સુધી તેને પકાવો. એક સાઇડ પાકી ગયા બાદ પેનકેક ને ફેરવીને બીજી સાઈડ ને પણ સારી રીતે પકાવી લો. બંને બાજુ સોનેરી રંગની થઈ જાય ત્યાં સુધી તમારે આ પેનકેક ને પકાવવાનું છે. ત્યારબાદ તેને પેન માંથી નીચે ઉતારી લીલા ધાણા અને ટામેટાંના ટુકડા સાથે ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

આ ટોમેટો પેન કેક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તમે તેને કોઈ ચટણી વગર પણ ખાઈ શકો છો. આ ઉપરાંત જો તમે ઈચ્છો તો લીલી ચટણી અથવા લાલ ચટણી સાથે પણ આ પેનકેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. આ ઉપરાંત દહીં સાથે પણ તેનું સેવન કરી શકાય છે. આવા પેન કેક સ્વાસ્થ્ય માટે પણ ખુબજ સારા હોય છે. તેથી અવારનવાર બાળકોને અને ઘરના અન્ય સભ્યોને ટામેટા ના પેન કેક બનાવી ને ખવડાવો. આ સ્વાદિષ્ટ વાનગી બધાને ખૂબ જ પસંદ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *