શનિદેવ રંક માંથી બનાવી દેશે રાજા, ન્યાયના દેવતા ૬ મહિના ચાલશે સીધી ચાલ

મેષ રાશિ :

આજે તમારો આત્મવિશ્વાસ વધારે રહેશે તમને નોકરીમાં પ્રમોશન ના સારા સમાચાર મળશે. નાની-નાની બાબતો પર ગુસ્સો ન કરો તમારા સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે.

વૃષભ રાશિ :

તમારી રોજિંદી આવકમાં વધારો થવાથી મન પ્રસન્ન રહેશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે જેથી કાર્યમાં તેની મદદ લઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે સમય યોગ્ય રહેવાનો છે જેથી સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમને સારું પરિણામ મળશે.

મિથુન રાશિ :

વેપાર અને નોકરીમાં તમારા ધાર્યા કામ થવાથી વધારાની આવક મેળવી શકશો. કોર્ટ-કચેરીના કાર્યમાં વ્યસ્ત રહેવાથી અન્ય કામ અટકી જશે. સાંધાના દુખાવાથી પરેશાન થઇ શકો છો તેથી શરીરની યોગ્ય માવજત કરો.

કર્ક રાશિ :

તમારી આર્થિક પરિસ્થિતિમાં એકાએક પરિવર્તન આવી જશે. જેને લીધે મોટી રકમનું રોકાણ કરશો જેનાથી ભારે લાભ મળશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી પરેશાન હોય તો દેશી ઉપચાર અપનાવો.

સિંહ રાશિ :

તમારી ચતુરાઈથી ખરાબ પરિણામ મળી શકે છે, તેથી વધારે પડતું ડાપણ ન કરવું. કામનો બોજો અચાનક વધી જશે અને પૈસાનો અભાવ થઈ શકે છે. તમારે દબાણમાં આવીને કોઈ કાર્ય ન કરવું જોઈએ.

કન્યા રાશિ :

આવકના નવા સ્ત્રોત સર્જાશે તેથી આત્મવિશ્વાસ પણ વધશે. ઓફિસમાં ચાલતા વિવાદનો અંત આવશે અને નોકરીની આકર્ષક ઓફર તમને મળશે. જરૂરિયાત કરતા વધારે ખર્ચ કરવાનું ટાળો નહીં તો પૈસાની તંગી આવી જશે.

તુલા રાશિ :

વધુ પડતો આત્મવિશ્વાસ તમારું કાર્ય બગાડી શકે છે. દુશ્મનો પર પ્રભુત્વ મેળવવા માટે સફળ પ્રયત્ન કરશો. કાયદાકીય બાબતોમાં ફસાઈ શકો છો જેથી તમારો સમય બરબાદ થશે.

વૃશ્ચિક રાશિ :

નોકરીમાં પ્રમોશન મળવાની સાથે તમારી જવાબદારી માં પણ વધારો થશે. પૈસા કોઈ જગ્યાએ અટવાઈ શકે છે જેથી તમને ગુસ્સો આવશે. મોસમે રોગોથી બચવાનો પ્રયત્ન કરો. તમારા મનમાં લાંબા સમયથી ચાલતા વિચારો પૂર્ણ થશે.

ધન રાશિ :

નવા કાર્યની યોજના સફળતાપૂર્વક બનાવશો સાથે અટકેલા કામ માં પણ ધ્યાન આપશો. જીવનસાથીનો સહયોગ મળશે જેથી એક સાથે વધારે કામ નું સંચાલન કરી શકશો. નકામી વસ્તુ માં સમય ન બગાડો માનસિક સ્થિતિને શાંત રાખીને પરેશાની દૂર કરો.

મકર રાશિ :

તમે જમીન મકાન સંબંધિત નફાકારક સોદો કરી શકો છો. જટિલ બાબતો ઉકેલવી તમને ખૂબ જ ગમે છે. કરિયર માટે એક કરતા વધારે રસ્તા હોવાથી થોડા સમય માટે કન્ફ્યુઝ થઇ જશો. ગરીબ વ્યક્તિને આર્થિક રીતે મદદ કરશો.

કુંભ રાશિ :

નોકરીમાં સારી ઓફર મળશે જેથી આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે. વિવાહિત લોકોનું જીવન સુખી થશે તે સાથે ફરવા જશે. નકામી વસ્તુ માં પૈસા બરબાદ ન કરો નહીં તો આર્થિક વ્યવહાર માં મુશ્કેલી આવશે.

મીન રાશિ :

જુના પારિવારિક વિવાદ ફરીથી શરૂ થઈ શકે છે. વારસાગત સંપત્તિ તમારે નામ થવાથી તમે રાતોરાત અમીર થઈ જશો. કામકાજમાં કોઈ તમારા કરેલા કાર્યો માં ઉણપ શોધી શકે છે. તમારી કોઈ ભૂલને લીધે પરેશાન રહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *