શ્રદ્ધા કપૂરના હૃદયમા વસે છે આ ફોટોગ્રાફર, વાંચો આ લેખ અને જાણો કોણ છે આ ખુશનસીબ..?

બોલિવૂડમાં ૯૦ ના દાયકાના ઘણા સુપરસ્ટાર એવા છે જે હજુ પણ લોકોના દિલો પર રાજ કરે છે. શક્તિ કપૂર પણ આમાંથી એક છે. તેણે લોકોને ખુબ જ હસાવ્યા છે અને ખલનાયકની ભૂમિકા પણ સારી રીતે ભજવી છે. તેથી આજે પણ લોકો તેને ખૂબ જ પસંદ કરે છે કદાચ કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે તેની દીકરી પણ ફિલ્મ ઉદ્યોગમાં આજે આટલું મોટું નામ કમાઇ લેશે.

શ્રદ્ધા કપૂરને તો તમે બધા ઓળખતા જ હશો. આ સુંદર અને મનમોહક અદાકારા શક્તિ કપૂરની દીકરી છે. તેનો જન્મ મુંબઈમાં થયો હતો તે દેખાવની સાથે કલાક્ષેત્રમાં પણ ઉત્તમ છે. તેની સાથે શ્રદ્ધા કપૂર તેની ગાયકી માટે પણ ફેમસ છે. તે જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે સલમાન ખાને બોસ્ટન યુનિવર્સિટીમાં તેણે એક નાટકમાં રોલ પ્લે કરતા જોઈ હતી. ત્યાર પછી તેણે ફિલ્મમાં અભિનય માટે ઓફર કરી હતી. શ્રદ્ધા કપૂર ના મોટા ભાઈનું નામ સિદ્ધાર્થ કપૂર છે.

શ્રદ્ધા કપૂરે અભિનયમાં તેની કારકિર્દીની શરૂઆત તીન પત્તી ફિલ્મથી કરી હતી. જોકે આ ફિલ્મ કંઈ ખાસ ન હતી પરંતુ શ્રદ્ધાના અભિનયની પ્રશંસા થઈ હતી. ત્યારબાદ તેણે લવ કા ધી એન્ડ ફિલ્મમાં કામ કર્યું. આજે શ્રદ્ધા કપૂર બોલિવૂડની સૌથી ટોપ અભિનેત્રીઓમાંની એક છે. શ્રદ્ધા તેના અંગત જીવનને લઈને અવારનવાર હેડલાઈનમાં રહે છે.

તે ઘણી વખત તેના લુકને લઈને હેડ લાઈન માં રહે છે તો ઘણી વખત તેના પ્રેમ સંબંધો ને લઈને. “આશિકી-ટુ” થી બોલિવૂડમાં પ્રવેશ કર્યા બાદ તેના કો-સ્ટાર આદિત્ય રોય કપૂર સાથે તેનું નામ જોડાયું હતું. ત્યારબાદ ફરહાન અખ્તર સાથે પણ શ્રદ્ધા નું નામ સાંભળવા મળ્યું હતું. તે બને એ ફિલ્મ “રોકઓન-૨” માં સાથે કામ કર્યું હતું. ફરહાન અને તેની પત્ની વચ્ચેના અંતર નું કારણ શ્રદ્ધાને માનવામાં આવે છે.

હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે શ્રદ્ધા એક ફોટોગ્રાફર ને ડેટ કરે છે. તેનું નામ રોહન શ્રેષ્ઠ છે. રોહન એક ફોટોગ્રાફર છે રોહન ના પિતા રાકેશ શ્રેષ્ઠ બૉલીવુડના પ્રખ્યાત ફોટોગ્રાફર હતા. રોહન હાલમાં ૩૩ વર્ષનો છે જ્યારે શ્રદ્ધા ૩૧ વર્ષની છે. કહેવાય છે કે તે બાળપણથી જ એકબીજાને ઓળખે છે અને જુહુમાં સાથે ઉછર્યા છે. તે બંને રણવીર સિંહ, અર્જુન કપૂર, વરુણ ધવન અને રણબીર કપૂર જેવા મિત્રો સાથે જોડાયેલા છે. જ્યારે તેમના માતા-પિતા બાળપણમાં ફિલ્મ ઉદ્યોગમાં સાથે જોડાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *