શું તમે પણ બીટકોઈન લેવા માંગો છો? તો જાણો બિટકોઇનની પ્રાઈઝમાં અધધધ ઉછાળો સાથેની નવી કીમત, શું ફરી બનશે એક નવો રેકોર્ડ ?

હાલમાં ક્રિપ્ટોકરન્સી ખૂબ જ પોપ્યુલર બનતી જાય છે તેમાં પણ વિશ્વમાં સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત મે મહિના પછી પ્રથમ વખત ૫૭,૦૦૦ ડોલરને વટી ગઈ છે. સોમવારે ૯:૪૫ વાગ્યે એ ૧ બિટકોઇનની કિંમત ૫૭,૪૯૮.૧૦ ડોલર થઈ ગઈ હતી. એટલે કે અંદાજે ૪૩,૩૬,૯૪૩ રૂપિયા.

આ પરથી ક્રિપ્ટોકરન્સી માર્કેટનું એનાલીસીસ કરતા લોકોએ જણાવ્યું કે બિટકોઇન ની કિંમત ફરી એક વખત રેકોર્ડ તોડશે અને ઉચ્ચ સ્તરે પહોંચી જશે. જોકે આ વર્ષની શરૂઆતમાં બિટકોઇનની કિંમત ૬૫,૦૦૦ ડોલર હતી પરંતુ ત્યારબાદ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

પરંતુ હમણાં થોડા સમયથી બિટકોઇન ની કિંમતમાં તેજી જોવા મળી છે. આ તેજી માટે યુએસ અને ચીન માં રેગ્યુલેટરી નિયમો અંગેની કેટલીક ચિંતા હળવી થવાની સાથે જ યુ એસ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા બિટકોઇન એક્સચેન્જ ફંડ ની મંજૂરી જવાબદાર છે.

ક્રિપ્ટોકરન્સી ના હાલના ભાવ :

  • Ether ૧% વધી ને ૩,૫૨૩ ડોલર થયો.
  • Cardano ADA ૨.૧૫ ડોલર હતો, જે ઘટી ને ૩% થયો.
  • Dogecoin ૨% ઘટી ૦.૨૨ ડોલર થયો.
  • XRP, Uniswap ના ભાવ ઘટયા.
  • Stellar, Shibu Inu ના ભાવ વધ્યા છે.

આ બાબતે એનાલિસ્ટ નું કહેવું છે કે ચાર્ટ પર ૬૦,૦૦૦ ડોલરથી આગળ રજીસ્ટન્સ દેખાઈ છે. બીટકોઈન રિલેટિવ ઇન્ડેક્સ હાલ ૭૦ છે, જે અત્યાર સુધી સૌથી વધુ ખરીદી ધરાવે છે પરંતુ આવતા થોડા સમયમાં તેમાં ઘટાડો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *