શું તમને ખબર છે મમરા ખાવાથી મળે છે આવા આશ્ચર્યજનક ફાયદા, નિયમિત કરવું જોઈએ સવારે નાસ્તામા સેવન…

ભારતીય લોકોને સૌથી મનપસંદ નાસ્તો મમરા છે. તેની કિંમત પણ વધારે નથી હોતી તેથી દરેક લોકો મમરા નું સેવન કરી શકે છે. મમરા તો તમે ખાધા જ હશે પરંતુ શું તમે ક્યારેય એના સ્વાસ્થ્ય લક્ષી ફાયદા વિશે જાણ્યું છે ? મમરા માં પણ આયર્ન, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, નિયાસિન, થિયામીન તેમજ રિબોફ્લેવિન જેવા પોષક તત્વો રહેલા હોય છે. બાળકોને મમરા ખૂબ જ ભાવતા હોય છે કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમજ મમરા માંથી મમરા ના લાડુ, ભેળ, ચેવડો વગેરે ઘણી બધી પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. આજે આપણે મમરાના ફાયદા વિશે વિગતે માહિતી મેળવીશું.

૧. શારીરિક એનર્જિ વધારે :

શરીરમાં એનર્જી વધારવા માટે મમરા નુ સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. મમરા કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ વધારે હોય છે જે શરીરમાં માં શક્તિ લાવે છે. આપણું શરીર કાર્બોહાઇડ્રેટ નું ગ્લુકોઝ માં રૂપાંતર કરે છે જે શરીરમાં શક્તિ નો મુખ્ય સ્ત્રોત છે. મમરા ખાવાથી શરીરમાં ૬૦ થી ૭૦ ટકા જરૂરી એનર્જી મળે છે.

૨. પાચનતંત્ર માટે :

જે લોકોનું પાચનતંત્ર નબળું હોય તેને ગેસ, એસીડીટી, કબજિયાત વગેરે જેવી સમસ્યા અવારનવાર થતી રહે છે. મમરા ખાવાથી પાચનતંત્ર ખૂબ જ મજબૂત અને કાર્યરત બને છે જેને લીધે કબજિયાતની સમસ્યા દૂર થાય છે. મમરા માં ડાયેટરી ફાઇબર નું પ્રમાણ વધારે હોય છે જે વજન ઓછું કરવામાં ઉપયોગી સાબિત થાય છે. મમરા પચવામાં હળવા હોય છે પરંતુ મમરા ખાવાથી લાંબો સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે જે વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે.

૩. રોગપ્રતિકારક શક્તિ વધારે :

મમરા માં ઘણી પ્રકારના વિટામિન, મિનરલ્સ અને ફાઈટોકેમિકલ્સ હોય છે. જે શરીરમાં ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેથી જ શરીરમાં ઇમ્યુનિટી સારી રહે છે અને અનેક રોગો સામે રક્ષણ મળે છે.

૪. વજન ઘટાડવા માટે :

મમરા માં ખુબ જ ઓછી માત્રામાં કેલરી હોય છે, તેથી તમારું વજન કંટ્રોલમાં રહેશે. આ ઉપરાંત તેમાં ડાયેટરી ફાઇબર પણ હોય છે જેને લીધે લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે. તે ભૂખને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જેથી વજન ઘટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *