સીતાફળ ના બીજ દૂર કરે છે મોટી મોટી બીમારીઓ, શરીર માટે રહે છે ખૂબ જ ફાયદાકારક

સીતાફળ નો સ્વાદ અન્ય ફ્રુટ કરતાં ખૂબ જ અલગ અને અદ્ભુત હોય છે. તેથી ઘણા લોકોને સીતાફળ ખૂબ જ પ્રિય હોય છે. સીતાફળ ની અંદર આંખ માટે જરૂરી એવા વિટામિન સી અને વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જોકે આ ઉપરાંત પણ તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીર માટે ઘણા સારા છે. પરંતુ આજે આપણે સીતાફળ ના બીજ ના ફાયદા વિશે જાણીશું.

મોટાભાગના લોકો સીતાફળ ખાઈને તેના બીજ ફેંકી દેતા હોય છે કારણ કે તેના ફાયદા વિશે લોકોને જાણ હોતી નથી. આજે આપણે સીતાફળ ના બીજ નો ઉપયોગ કેવી રીતે કરવો અને તે કઈ બીમારીમાં ફાયદાકારક હોય છે તેના વિશે માહિતી મેળવીશું.

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તે લોકોએ સીતાફળ સાથે તેના બીજ નું સેવન કરવું જોઈએ. સીતાફળના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી થાય છે. સીતાફળના બીજ નું સેવન કરવા માટે તેના બીજને તડકે સૂકવીને ત્યારબાદ પીસીને ચૂર્ણ બનાવો. દરરોજ સવારે એક ચમચી આ ચૂર્ણ ખાઈ લેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધશે.

સીતાફળના બીજ ના ચૂર્ણનું સેવન કરવાથી સુગર લેવલ પણ કંટ્રોલમાં રાખી શકાય છે. જે લોકોને બ્લડપ્રેશરની સમસ્યા હોય તે લોકો માટે પણ આ ચૂર્ણનું સેવન ફાયદાકારક રહે છે. તે શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે કરવામાં ઉપયોગી થાય છે. નિયમિત રીતે એક ચમચી સીતાફળના બીજ નો પાવડર દરરોજ સવારે પી લેવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહેશે અને બ્લડપ્રેશરની સમસ્યા પણ દૂર થશે.

ઘણા લોકોને શરીરમાં લોહીની ઉણપ ને લીધે એનીમિયા ની સમસ્યા થતી હોય છે. સીતાફળના બીજ ના પાવડર નુ સેવન કરવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે, તેમાં રહેલા વિટામિન બી નવા રક્તકણો ના નિર્માણમાં મદદ કરે છે. આ ઉપરાંત સીતાફળના બીજ માં મેગ્નેશિયમ તત્વ હોય છે જે શરીરમાં વધતુ કે ઘટતું પાણીનું સ્તર કંટ્રોલમાં રાખે છે.

તેનાથી પણ વિશેષ વાળ સંબંધિત બીમારીઓ દૂર કરવામાં પણ સીતાફળના બીજ કારગર ઉપચાર છે. સીતાફળના બીજ ને એક દિવસ તડકે સૂકવીને ત્યારબાદ બકરીના દૂધમાં તેને ઘસીને તે પેસ્ટને વાળમાં લગાવો. જો તમે અઠવાડિયામા બે થી ત્રણ વખત આ પેસ્ટને વાળમાં લગાવો શો તો તમારા વાળ ધીરે ધીરે કાળા થઈ જશે અને જડથી મજબુત બનશે સાથે વાળનો ગ્રોથ પણ વધવા લાગશે.

ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે સીતાફળના બીજ માં અમુક મોટી બીમારીઓ સામે લડવાની શક્તિ રહેલી છે. તેથી દેશભરના વૈજ્ઞાનિકો સીતાફળના બીજ માંથી નવી દવાઓ બનાવવા માટે શોધ કરી રહ્યા છે. નજીકના સમયમાં જ સીતાફળના બીજ માંથી બનાવેલી દવાઓ માર્કેટમાં ઉપલબ્ધ રહેશે.

કેન્સર જેવી જીવલેણ બીમારી ની દવા પણ સીતાફળના બીજ માંથી શોધાઈ રહી છે. કેન્સરને દૂર કરવા માટે ૧૦૦ ટકા અસરકારક દવા બનાવવા માટેના પ્રયોગ ચાલુ છે જેમાં સીતાફળ ના બીજ નો ઉપયોગ થઈ રહ્યો છે. આશા છે કે નજીકના સમયમાં કેન્સરને દૂર કરવા માટેની દવા બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *